સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસો.ના હોદેદારોએ ગૃહ મંત્રી, શ્રમ અને રોજગાર મંત્રીની મુલાકાત લઈ ઔધોગિક ચર્ચાકરી
સાણંદ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદેદારોની દિલ્હી મુલાકાત દરમ્યાન કેન્દ્રિય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ સાથે સૌજન્ય મુલાકાત કરી નવી સંસદ ભવનનું પ્રતીક અર્પણ કર્યું હતું. સાણંદ ઈન્ડસ્ટ્રીઝ એસો.ના પ્રમુખ અજિતભાઈ શાહ અને અન્ય હોદેદારોએ શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયાની મુલાકાત લઈ સાણંદ જીઆઈડીસીમાં જે લેબર કોલોની બની રહી છે તે અંગે તેમજ અન્ય કામદારોના પ્રશ્નોની મહત્વની ચર્ચા કરી હતી સાથે સાથે મયંકભાઈ નાયક રાજ્યસભા સાંસદ, ગુજરાતની મુલાકાત લઈ ગુજરાતના ઉદ્યોગો માટે રાજ્ય સરકાર ના સહકારથી ઝડપી વિકાસ કરવામાર્ગદર્શન મેળવ્યું હતું.રિપોર્ટર ભરતસિંહ સાણંદ ઇન્ડિયન ન્યૂઝ સાણંદ