સૂત્રોના હવાલાથી અરવલ્લી સાબરકાંઠા, પશુપાલકો અને સાબર ડેરી વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો અંત આવ્યો છે. સાબર ડેરીના પ્રમુખ શામળ ભાઈ પટેલ પશુપાલકોની માંગણીઓ સ્વીકારી છે અને દૂધના ભાવમાં વધારાની જાહેરાત કરી છે.
બે દિવસથી સાબર ડેરીમાં દૂધના સંગ્રહમાં ઘટાડો જોવા મળ્યો હતો, જે 26 લાખ લિટરથી ઘટીને માત્ર 11 લાખ લિટર થઈ ગયો હતો. પશુપાલકોએ દૂધના ભાવમાં વધારો કરવાની માંગ કરી હતી અને જ્યારે તેમની માંગણી પૂર્ણ ન થઈ ત્યારે તેમણે ડેરીને દૂધ પહોંચાડવાનું બંધ કરી દીધું હતું.
ચેરમેન શામળ ભાઈ પટેલ પશુપાલકોની માંગણીઓ સ્વીકારી છે અને દૂધના ભાવમાં વધારો જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે હવે પશુપાલકોને દૂધનો ભાવ 990 રૂપિયા પ્રમાણે મળશે. આ જાહેરાત બાદ પશુપાલકોમાં રાહતની લાગણી ફેલાઈ છે.
પશુપાલકોએ ચેરમેન શામળ ભાઈ પટેલ ની જાહેરાતનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે હવે તેઓ ફરીથી ડેરીને દૂધ પૂરું પાડવાનું શરૂ કરશે. પશુપાલકોએ ચેરમેનનો આભાર માન્યો છે અને આશા વ્યક્ત કરી છે કે હવે ડેરી અને પશુપાલકો વચ્ચે સારા સંબંધો બનશે.
આ ઘટના પછી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સાબર ડેરી અને પશુપાલકો વચ્ચેના સંબંધો સુધરશે. પશુપાલકોને તેમના દૂધનો વાજબી ભાવ મળશે અને ડેરીનું સંચાલન પણ સારી રીતે થશે. આ ઘટના અરવલ્લી સાબરકાંઠા, પશુપાલન ઉદ્યોગ માટે સકારાત્મક સંકેત છે.
સાકીર ટીટોઇયા
ઇન્ડિયન ન્યુઝ ટીવી