ગોંડલ-રીબડા ફાયરિંગ કેસ: મોસ્ટ વોન્ટેડ હાર્દિક સિંહ જાડેજા કેરળથી ઝડપી
રાજકોટના રીબડામાં અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર થયેલા ફાયરિંગ કાંડનો મુખ્ય આરોપી અને મોસ્ટ વોન્ટેડ હાર્દિક સિંહ જાડેજાને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે કેરળના કોચીમાંથી ઝડપી લીધો. આરોપીને કોચુપલ્લી રોડ પર સ્વામી હોટેલની બહારથી પકડી દોરડા વડે બાંધીને અમદાવાદ લવાયો.
માહિતી મુજબ, હાર્દિક છેલ્લા કેટલાંક મહિનાથી 10થી વધુ રાજ્યોમાં છુપાઈ રહ્યો હતો. ગોળીબાર સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવણી અંગે તેની SMC ટીમ દ્વારા પૂછપરછ ચાલી રહી છે. દોરડા વડે બાંધીને લાવવાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા
છે.