આણંદ જિલ્લાના બોરસદમાં આવેલ કૃષ્ણનગર જગદીશનગર સોસાયટીમાં.છેલ્લા ૪૦ વર્ષોથી થી “ JK youngest Group” દ્વારા હિમાલય પર્વતોની પૃષ્ઠભૂમિ અને કેદારેશ્વર મહાદેવ મંદિર ની થીમ પર શ્રી ગણેશજીની ભવ્ય મૂર્તિનું સ્થાપન કરવામાં આવેલ છે મુખ્ય મૂર્તિમાં ભગવાન ગણેશજી ભવ્ય શણગાર સાથે સિંહાસન પર બેસેલા છે. તેમના ચહેરા પર દિવ્ય તેજ છે અને તેમના ગળામાં ફૂલોની માલાઓ છે. તેમના આસપાસ નાના-મોટા કુલ પાંચ ગણપતિના મૂર્તિઓ પણ નજરે પડે છે, જે ભાવિકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બની છે.
પછી પાછળ ભગવાન શિવનો વિઘ્નહર્તા ગણેશજી સાથેનો દ્રશ્ય પણ અદભૂત છે – ભગવાન શિવ નંદી પર આરૂઢ છે અને પૃષ્ઠભૂમિમાં પર્વતો અને શિવલિંગ દર્શાવવામાં આવ્યો છે. સમગ્ર પંડાલને પર્વત અને કૈલાસ પર્વત જેવી કલ્પિત પૃષ્ઠભૂમિ સાથે અલંકૃત કરવામાં આવ્યો છે.
આવું દ્રશ્ય ગણેશોત્સવ દરમિયાન ખાસ જોવા મળે છે, જ્યાં ભક્તિ, શ્રદ્ધા અને ભોજન સાથે ભવ્યતાનું સંયોજન જોવા મળે છે.આજુબાજુમાં અનેક પ્રકારના નાસ્તા, ફળો, પેકેટ ફૂડ અને અન્ય પ્રસાદ સામગ્રી ગોઠવવામાં આવી છે, જે ભક્તો માટે પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવે છે.સમગ્ર સજાવટ રંગીન લાઈટિંગથી શોભાયમાન બની છે.
રિપોર્ટર:- પરમાર હિરેનકુમાર દેસાઈભાઈ બ્યુરો ચીફ-આણંદ જીલ્લો ગુજરાત