માનવતાને લાંછન લગાડે તેવી ઘટના
“૬ વર્ષની માસૂમ બાળકી તુલસી તાંત્રિકવિધિનો ભોગ બની “
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં આવેલ નવાખલ ગામના યુવકે તાંત્રિક વિધિ કરવા માટે ૬ વર્ષની બાળકીનું અપહરણ કરી આંકલાવ ગામ પાસે સિંઘરોટ મિનિ નદી આગળ લઈ જઈ વિધિ કર્યા બાદ બાળકી ને મિનિ નદીમાં ફેંકી દીધી.
આ બાબતની જાણ થતા સિંઘરોટ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા નદીમાં બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી . આ ઘટનાની જાણ થયાની સાથે જે આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી. ઘટના સ્થળે ગામના લોકો એકત્રિત થવા લાગ્યા.
બાળકી નું નામ તુલસી ભરતભાઈ સોલંકી છે
પોલીસે નવાખલ ગામના જ અને બાળકી ના કાકા ના મિત્ર ની અજય પઢિયાર નામના શખ્સની અટકાયત કરી ને પૂછતાજ કરતા તાંત્રિક વિધિ કરવા તેને બાઈક પર બેસાડી ને સિંઘરોટ મિનિ નદી પાસે લઈ જઈ વિધિ કરી તેને મોતને ઘાટ ઉતારી નદીમાં ફેંકી દીધી એવી કબૂલાત કરી હોવાની પ્રાથમિક તપાસ માં જાણવા મળેલ છે.
તુલસીનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી. તુલસી ના પિતાએ પોલીસ પાસે ન્યાયની અપીલ કરી છે
આજે પણ આવી ક્રૂર માનસિકતા ધરાવતા અને અંધશ્રદ્ધામાં માનનાર અમુક લોકો સમાજ અને માનવતા માટે ખતરારૂપ બની રહ્યા છે જેમને કાયદા કાનૂન નો કોઈ જ દર રહ્યો નથી.
પરમાર હિરેનકુમાર દેસાઈભાઈ
બ્યુરો ચીફ ,
આણંદ