મોડાસા વોર્ડ 8 : અલહાયત સોસાયટી અને રસુલાબાદના નાકા પર પાણી ભરાવાની સમસ્યા, મહિલા વાહનચાલકોને ભારે મુશ્કેલી
મોડાસા શહેરના વોર્ડ નં. 8 વિસ્તારમાં આવેલા અલહાયત સોસાયટી અને રસુલાબાદના નાકા ઉપર હાલ અસંખ્ય પાણી ભરાવા સાથે ખાડા ઉભા થતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. આ રોડ ખૂબ જ ટ્રાફિક વાળો માર્ગ છે, જ્યાં રોજિંદા સવાર-સાંજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે.
ખાસ કરીને મહિલાઓ એક્ટિવા કે બે-વ્હીલર પર પસાર થતી વખતે વચ્ચે પાણી ભરાયેલા ખાડામાં વાહન પડી જવાની ઘટના સર્જાય છે, જેના કારણે અકસ્માતની શક્યતાઓ વધે છે.
સ્થાનિક રહીશો જણાવે છે કે અનેક વખત આ માર્ગ પર પાણી ભરાઈ જવાથી લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. નાના બાળકો સ્કૂલ જતાં હોય ત્યારે પણ ખાડા અને પાણીનો ત્રાસ સહન કરવો પડે છે.
હવે નાગરિકો માંગ કરી રહ્યા છે કે કોર્પોરેટર અને નગર પાલિકા તંત્ર તાત્કાલિક ધ્યાન આપીને રોડનું પુરાણ અને સમાર કામ કરાવે, જેથી લોકોને રાહત મળે અને ખાસ કરીને બાળકો મહિલા વાહનચાલકોને સુરક્ષિત રીતે અવરજવર કરી શકાય.
સાકીર ટીટોઇયા