

80 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ સંચાલિત નાનીકડી સ્થિત ડી. રાજા વિધા સંકુલ ખાતે ભવ્ય ધ્વજવંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી મણિભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન વિધિ સંપન્ન કરવામાં આવી. દેશભક્તિના માહોલ વચ્ચે વિધાર્થીઓ, શિક્ષકો, ટ્રસ્ટીઓ, વાલીઓ તથા આગેવાનોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન ગાઈ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે સંસ્થાના વિકાસ અને શૈક્ષણિક પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા માટે કડી તાલુકાના હરિપુરા ગામના વતની અને સમાજસેવી દાતાશ્રી શ્રી વિષ્ણુભાઈ જયંતિભાઈ પટેલ દ્વારા 21/- લાખ તેમજ શ્રી વિષ્ણુભાઈ આત્મારામભાઈ પટેલ દ્વારા 11/- લાખનું માતબર દાન જાહેર કરવામાં આવ્યું હતું. આમ, કુલ 32/- લાખનું દાન સંસ્થાને પ્રાપ્ત થયું હતું. બંને દાતાશ્રીઓના આ ઉદાર યોગદાન બદલ શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળના પ્રમુખશ્રી કરસનભાઈ પટેલ તથા ચેરમેનશ્રી જયંતિભાઈ પટેલે સમગ્ર સંસ્થા પરિવાર વતી દાતાશ્રીઓનો હૃદયપુર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દાતાશ્રીઓના આ યોગદાનથી સંસ્થાના શૈક્ષણિક વિકાસને નવી દિશા મળશે.અને વિધાર્થીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં મદદરૂપ થશે. સમારોહના અંતે ઉપસ્થિત સૌએ દેશના વિકાસ, શિક્ષણના પ્રસાર અને રાષ્ટ્રસેવાના સંકલ્પ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી.
રિપોર્ટર : ધ્રુમિ પટેલ ,કડી મહેસાણા