આડેસર ગામમાં છેલ્લા કેટલાક સમયથી સ્વચ્છતા સંબંધિત સ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે. ગામના અનેક વિસ્તારોમાં ગંદકી, કચરાના ઢગલાઓ અને ગટરનું ઉભરાતું પાણી સામાન્ય દૃશ્ય બની ગયું છે. ખાસ કરીને ફૂલવાડી વિસ્તારની હાલત તો વધુ ખરાબ છે. અહીં ગટરનું પાણી સતત રસ્તા પર વહી રહ્યું છે, જેના કારણે આખા વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે.
રેલ્વે ફાટક નજીક અને ન્યાય સમિતિના ચેરમેનના ઘરની બાજુના દૃશ્યો જોઈ કોઈ પણ વ્યક્તિ ચોંકી જાય. સ્વચ્છ ભારત અભિયાનની વાતો અહીં માત્ર બેનર અને પોસ્ટર પૂરતી જ સીમિત રહી ગઈ છે. હકીકતમાં લોકો રોજ ગંદકી અને ગટરપાણી વચ્ચે જીવવા મજબૂર બની ગયા છે.
આ વિસ્તારમાંથી પસાર થનારા લોકો કહે છે કે, “દરરોજ દુર્ગંધ સહન કરવી પડે છે, બાળકોને બહાર રમવા દેતા પણ ડર લાગે છે, કારણ કે આસપાસ મચ્છર અને માખીઓનો ઉપદ્રવ વધી ગયો છે.” ગામના લોકોમાં આ સ્થિતિ સામે ભારે નારાજગી છે.
આડેસર જેવા મોટા ગામમાં આવું દૃશ્ય હોવું ચિંતાજન
Indian TV news
રિપોર્ટર અરવિંદ એન બોખાણી