ડાંગ જિલ્લાના ગારમાળ અને ઇસદર ગામમાં ભારે વરસાદના કારણે કાચા અને પાકા મકાનને નુકસાન થતા ૨ લાભાર્થીઓને કુલ રૂ.૨,૭૦,૦૦૦ ની રકમ સહાયનો ચેક અર્પણ કરાયો
–
ઝાકિર ઝંકાર: આહવા: તા. ૨૫:
ગત દિવસોમાં ચોમાસા દરમિયાન ડાંગ જિલ્લાના આહવા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ગારમાળ અને ઇસદર ગામોમાં ભારે વરસાદ તેમજ વાવાઝોડાની પરિસ્થિતિના કારણે કાચા અને પાકા માકાનોને નુકસાન થયું હતું. જેથી રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્તો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવી ચેક સહાય ચુકવણી કરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલે આજરોજ અસરગ્રસ્ત પરિવારજનોને સહાય ચેક અર્પણ કર્યો હતો. જેમાં (૧) ગારમાળ ગામના લાભાર્થી શ્રી યેમનીબેન ગાંગુર્ડેને રૂપિયા ૯૦ હજારનો ચેક સહાય, તેમજ (૨) ઇસદર ગામના શ્રી સંજયભાઇ સીમગભાઇ ભોયેને એક લાખ ૮૦ હજારનો સહાય ચેક જે કાચા અને પાકા મકાનને નુકસાન માટે સરકારશ્રીના કુદરતી આફતીના ધારા ઘોરણ મુજબ કુલ રૂા.૨,૭૦,૦૦૦/- (બે લાખ સિત્તેર હજાર) ની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

