
*ડાંગ જિલ્લાના બરડીપાડા ક્લસ્ટરમાં સમાવિષ્ટ સાજુપાડા ગામમાં પ્રાકૃતિક કૃષિ ની તાલીમ યોજાઈ :*
–
ઝાકિર ઝંકાર:આહવા:તા:૧૫:
ડાંગ જિલ્લાના બરડીપાડા ક્લસ્ટરમાં સમાવિષ્ટ સાજુપાડા ગામમાં કૃષિ સખી શ્રીમતી સંગીતાબેન દ્વારા ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામોની વિસ્તૃત સમજણ આપવામાં આવી રહી છે. ખાસ કરીને જીવા મૃત, ઘન જીવામૃત, બીજા મૃત જેવી જૈવિક દવાઓની બનાવટ અને તેનો ઉપયોગ, પાક માટે અનુકૂળ પદ્ધતિઓ, સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ કુદરતી કીટક નિયંત્રણના ઉપાયો, તેમજ પ્રાકૃતિક રીતે પાકની ઉપજ વધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
–