

*ઢોંગીઆંબા ગામે અંતરિયાળ ગ્રામ્ય માર્ગોનું ખાતમુહર્ત કરતાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ :*
–
*ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના અંતરિયાળ ગ્રામ્ય માર્ગોને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરતાં શ્રી વિજયભાઈ પટેલ*
–
*રૂપિયા ૫૧૯ લાખના ખર્ચે નિર્માણ થનાર રોડનું ખાતમુહર્ત કરાયું :*
–
ઝાકિર ઝંકાર આહવા: તા: ૨
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તારીખ ૧ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા ઢોંગીઆંબા ગામે ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના કુલ રૂપિયા ૫૧૯ લાખના ખર્ચે નિર્મિત થનાર અંતરિયાળ વિસ્તારના ૨ ગ્રામ્ય માર્ગોના ખાતમુહર્ત કાર્યક્રમ યોજાયો હતો.
ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય માર્ગોના નવિનિકરણના શ્રુંખલાબધ્ધ કાર્યક્રમો ઉપરાંત પણ હજી બાકી રહી જતાં અંતરિયાળ માર્ગોનું કામ, રાજ્ય સરકાર અગ્રતાના ધોરણે હાથ ધરવા માટે પ્રતિબધ્ધ છે તેમ નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલે પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યુ હતું.
ચૂંટણી સમયે લોકો દ્વારા ઢોંગીઆંબા ગામનો આ રસ્તો ન બનવાને કારણે ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો હતો, પરંતુ રાજ્યની સંવેદનશીલ સરકાર લોકોની માંગણીને ધ્યાને રાખી છેવાડાના લોકો સુધી વિકાસ પહોચાડવા પ્રતિબ્ધ્ધ છે. સૌના સહિયારા પ્રયાસો અને સાથ સહયોગથી ડાંગની પ્રાથમિક જરૂરિયાતના તમામ કાર્યો પૂર્ણ કરવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરતાં શ્રી પટેલે, ડાંગ જિલ્લાના થઈ રહેલા સર્વાગિણ વિકાસનો ખ્યાલ આપ્યો હતો.
સ્થાનિક લોકો દ્વારા રસ્તાની માંગણીઓને ધ્યાને રાખી સરકારમાં રજુઆત કરી આ તમામ મહત્વના તેમજ લોક ઉપયોગી રસ્તાઓનું ખાતમુહર્ત કરાયું છે. જે રસ્તાઓ સ્થાનિક લોકો માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે તેમ વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું.
વર્તમાન સરકાર દ્વારા ડાંગ જિલ્લામાં રસ્તા, પાણી, સિંચાઈ, આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે તેમ શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું.
પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ખાતમુહર્ત થયેલ આ રસ્તાઓમાં ઢોંગીઆંબા ઉપલા ફળીયા ટુ સ્મશાન રોડ ૦/૦ થી ૩/૦ કિમી, જેની વહીવટી મંજૂરીની રકમ ૪૮૦ લાખ, તેમજ રિસરફેસિંગ ઓફ મહાલ વી. એ. રોડ ૦/૦ થી ૧/૦ કિમી, જેની વહીવટી મંજૂરીની રકમ ૩૯ લાખ, જે કુલ રૂપિયા ૫૧૯ લાખના ખર્ચે નિર્માણ થનાર કુલ ૨ રોડનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શ્રી સુભાષભાઈ ગાઈન, ભાજપા મહામંત્રી શ્રી રાજુભાઇ ગામિત, સ્થાનિક પદાધિકારીશ્રીઓ સહિત પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓ તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લા પંચાયતના, પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આ રસ્તાઓ ગ્રામ્ય વિસ્તારના લોકોને ખુબ જ ઉપયોગી સાબીતરૂપ થશે. તેમજ મુસાફરો માટે સુરક્ષિત તથા આરામ દાયક વાહન વ્યવહાર થઇ શકશે.
–