ITN National

इंडियन टीवी न्यूज

Advertisement

*શિવારીમાળ ખાતે વૈદેહી સંસ્કારધામમાં ભજન સંમેલન યોજાયું

```

*શિવારીમાળ ખાતે વૈદેહી સંસ્કારધામમાં ભજન સંમેલન યોજાયું*

ઝાકિર ઝંકાર : આહવા:

ડાંગ જિલ્લાના ૧૯ ગામોની ભજન મંડળીઓએ એમાં ભાગ લીધો : કોયલીપાડા ભજન મંડળી પ્રથમ ક્રમે વિજેતા થયા ડાંગ જિલ્લાના શિવારીમાળ ખાતે આવેલ વૈદેહી સંસ્કારધામ માં પૂજ્ય સાધ્વી યશોદા દીદી જય શ્રી રામ ના નારા સાથે ગુંજી ઉઠ્યું અને સત્યવાન ગુરુજીના અધ્યક્ષ ભક્તિભાવથી છલકાયેલ ભજન સંમેલન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ડાંગ જિલ્લાની વિવિધ ભજન મંડળીઓ દ્વારા રજૂ કરાયેલા ભક્તિ ભજનોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ઉઠ્યું હતું.આ ભજન સંમેલનમાં જિલ્લાના ૧૯ ગામોની ભજન મંડળીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરેક મંડળીએ પરંપરાગત વાદ્યો સાથે ભક્તિરસ થી ભરપૂર ભજનો રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સંસ્કૃતિ, સાધના અને ભક્તિનું સુંદર સંમિશ્રણ કાર્યક્રમ દરમિયાન જોવા મળ્યું હતું. ભજન સ્પર્ધાની નિષ્પક્ષ રીતે મૂલ્યાંકન કરવા માટે નિવૃત્ત આચાર્ય કિશોરભાઈ જાનુભાઈ પટેલ, જીવાબાબા, સુરેશભાઈ ચૌધરી તથા યશવંતભાઈ દ્વારા નિર્ણાયક તરીકે ફરજ બજાવવામાં આવી હતી. શ્રેષ્ઠ પ્રસ્તુતિના આધારે કોયલીપાડા ભજન મંડળીને પ્રથમ ક્રમ, માનમોડી ભજન મંડળીને દ્વિતીય ક્રમ અને સુપદહાડ ભજન મંડળીને તૃતીય ક્રમ આપવામાં આવ્યો હતો.કાર્યક્રમના અંતે સંપૂર્ણાનંદ તિવારી, વાપી દ્વારા આશરે ૬૦૦ ભક્તો માટે મહાપ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં આવતા આયોજકો અને સહયોગી ઓની ભરપુર પ્રશંસા થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *