

*ડાંગના વનાર ગામના ખેડુતે પારંપારીક પાકો સિવાય બાગાયતી પાકોનું વાવેતર કર્યું:*
–
*એક હેક્ટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી ઉપરાંત બાગાયતી પાકોની ખેતી કરી, સરકારની સહાય મેળવી :*
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૭
‘આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ’ અભિયાન અંતર્ગત રાજ્યના દક્ષિણ છેવાડે આવેલ પ્રદેશ ડાંગને, વર્ષ ૨૦૨૧ માં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીયુક્ત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે સઘન પ્રયાસો શરૂ કર્યા છે સાથે જ સમગ્ર દેશમાં ૧ કરોડ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંતર્ગત આવરી લેવા માટેની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત તેમજ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સઘન પ્રયાસોથી, આજે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. ડાંગને પ્રાકૃતિક ખેતીયુક્ત જિલ્લો જાહેર કર્યા બાદ અહીં ખેતી સાથે સંકળાયેલા આદિજાતિ લોકોના જીવનમાં નોંધપાત્ર પરિણામ જોવા મળ્યું છે.
ડાંગના વનાર ગામના ખેડુત શ્રી રમેશભાઇ ગાયકવાડે પણ પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી છે. પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવી તેઓ પ્રાકૃતિક ખેતની મુખ્ય આયામો જીવામૃત, ઘનજીવામૃત તેમજ છાણીયા ખાતરનો ઉપયોગ કરીને ખેતી કામ કરી રહ્યાં છે. તેઓ પોતાના ખેતરમાં પારંપારીક પાકો જેમાં નાગલી, ડાંગર, વરઇ વગેરે પાકોની ખેતી કરી રહ્યાં છે. આ સાથે જ તેઓએ પોતાની એક એકર જમીનમાં બાગાયતી પાકોની ખેતી પણ શરૂ શરૂ છે. સરકારના બાગાયત વિભાગ દ્વારા વિવિધ યોજનાઓનો લાભ મેળવીને મલ્ચીંગ અને ટપક સિંચાઈ પદ્ધતિથી બાગાયતી પાકોમાં ટાંમેટા, કારેલાં, રીંગણ, તેમજ સ્ટ્રોબેરીની ખેતીની શરૂઆત કરી છે. તેઓ પધ્ધતિસર ખેતી કરી ખેતીમાંથી આવક મેળવી રહ્યાં છે.
સરકાર તરફથી મળતી સહાય અંગે તેમણે જણાવ્યું હતું કે,, “અમને બાગાયતી વિભાગ તરફથી સબસિડી મળે છે. અમને અધિકારીઓ તરફથી જરૂરી તાલીમ અને સહાય બન્ને મળે છે.” બાગાયતી વિભાગ દ્વારા કાચા મંડપ, બિયારણ, પ્લાસ્ટિક આવરણ, પેકિંગના મટેરિયલ્સ માટે સહાય આપવામાં આવી છે.
–