

નારાયણસરોવર વિસ્તારમાં ખનીજ ચોરી સામે કડક કાર્યવાહી
પાસ વગર ખનન કરતા આઇવા ટ્રક, બે ટ્રેક્ટર અને હિટાચી મશીન ડિટેઇન
લખપત તાલુકાના નારાયણસરોવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખનીજ ચોરી ઉપર અંકુશ લાવવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બરંદા ગામની ઉત્તર બાજુની સીમ વિસ્તારમાં પાસ-પરમિટ વગર મેટલ (ખનીજ)નું ગેરકાયદેસર ખોદકામ તથા વહન થતું હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.
કાર્યवाही દરમિયાન સ્થળ પરથી હ્યુન્ડાઇ કંપનીનું હિટાચી મશીન, ટાટા આઇવા ટ્રક તથા બે ટ્રેક્ટર વાળુ ટ્રોલી સાથે મળી આવ્યા હતા. તપાસમાં આઇવા ટ્રકમાં આશરે ૧૫ ટન અને ટ્રેક્ટરોમાં આશરે ૦૩ ટન જેટલું મેટલ ભરેલું હોવાનું જાણવા મળ્યું હતું. વાહન ચાલકો પાસેથી ખનીજ ખોદકામ તથા વહન અંગેના કોઈપણ માન્ય આધાર પુરાવા કે પાસ-પરમિટ રજૂ ન થતા ખાણ-ખનીજ ધારા કલમ-૩૪ મુજબ તમામ વાહનો તથા મશીન ડિટેઇન કરવામાં આવ્યા હતા.
લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી માટે તમામ ડિટેઇન કરેલ વાહનો અને મશીન હેન્ડિંગ નારાયણસરોવર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. ખનીજ ચોરી અટકાવવા માટે પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ જણાવાયું છે.
રિપોર્ટ બાય:
✍️ આદમ નોતિયાર
📺 ઇન્ડિયન ટીવી ન્યૂઝ
📍 લખપત તાલુકા