

*આહવા સાયબર પોલીસને મલી મોટી સફળતા*
ઝાકિર ઝંકાર આહવા
ડાંગ જિલ્લાના સાયબર પોલીસ ને ઓપરેશન મ્યુલ હંટ” અંતર્ગત સાયબર ક્રાઈમ પો.સ્ટે. ગુ.ર. નં-૧૧ર૧૯૦૦૮ર૫૦૦૧૦/૨૫ ના કામે સાયબર ફ્રોડમાં સામેલ એકાઉન્ટ ધારક ને મહારષ્ટ્ર ના અકોલા ખાતે થી પકડી પાડતી ડાંગ સાયબર ક્રાઈમ પોલીસ
મે, પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગ સુરત, ડાંગ જીલ્લા પોલીસ અધિક્ષક સુ.શ્રી પુજા યાદવ સાહેબ તેમજ ના.પો.અધિ.શ્રી જનેશ્વર નલવાયા સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ ના ગુનાઓમા વપરાતા મ્યુલ બેંક એકાઉન્ટોનો ઉપયોગ કરી સાયબર ક્રાઈમ આચરતા ગુનેગારો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ. જે આધારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે “ઓપરેશન મ્યુલ હંટ“ અંતગર્ત ગુ.ર. નં-૧૧૨૧૯૦૦૮૨૫૦૦૧૦/૨૫ મુજબ દાખલ કરવામા આવેલ.ભારત સરકારના 14C, નવી દિલ્હી તરફથી મ્યુલ બેંક એકાઉન્ટ પ્રાપ્ત થયેલ માહિતીના આધારે, જે ગુના માં સંડોવાયેલ આરોપી જેના વિરૂધ્ધ અલગ અલગ રાજ્યોમાં NCCRP પોર્ટલ ઉપર કુલ-૩૫ અરજીઓ જેમા ગુજરાત રાજ્યની કુલ ૦૫ અરજીઓ સામેલ છે. જેની જાણ થતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એમ.જી.ઢોડીયાનાઓ તથા પો.સ.ઈ બી.પી.પટેલ નાઓ સાથે અલગ અલગ ટીમો બનાવી ટેક્નીકલ એનાલીસીસ તથા હ્યુમન રીસોર્સની મદદથી ચોક્કસ માહિતી મેળવી આરોપીને મહારાષ્ટ્ર અકોલા ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
સાયબરપો.સ્ટેગુ.ર.નં-૧૧૨૧૯૦૦૮૨૫૦૦૧૦/૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ -૩૧૭(ર) તથા આઈ.ટી.એક્ટ
-૨૦૦૦ કલમ ૬૬(સી),૬૬(ડી) મુજબ.
સંડોવાયેલ આરોપી:- અજીન્કીયા રમેશભાઈ વાનખડે રહે-પંચશીલ નગર વાસીમ બાયપાસ રોડ ડાંડી ચક્કી અકોલા તા-અકોલા જી-અકોલા મહારાષ્ટ્ર.
સદર કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓ PI શ્રી એમ.જી. ઢોડીયાPSI શ્રી બી.પી.પટેલ
પો.કો. વિજયભાઇ યશવંતભાઈ
પો.કો. જશપાલસિંહ રામભાઈ
પો.કો. લાલાભાઈ ભગાભાઈ
ડ્રા.પો.કો. કિશોરભાઈ તુકારામભાઈ