

*ડાંગ દરબાર–૨૦૨૬ના આયોજન માટે બેઠક યોજાઈ*
*૨૬ ફેબ્રુઆરીથી ૩ માર્ચ દરમિયાન મેળો યોજાવાની સંભાવના*
ઝાકિર ઝંકાર | આહવા
તા. ૨૯
ડાંગ જિલ્લાની લોકસંસ્કૃતિને ઉજાગર કરતો ઐતિહાસિક લોકમેળો *ડાંગ દરબાર–૨૦૨૬* ના આયોજન અને પૂર્વ તૈયારી અર્થે જિલ્લા સેવા સદન, આહવામાં જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાનના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
બેઠકમાં હોળી પૂર્વે સંભવિત *૨૬ ફેબ્રુઆરીથી ૩ માર્ચ ૨૦૨૬* દરમિયાન ડાંગ દરબાર યોજવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મેળા પૂર્વે આહવાના મુખ્ય માર્ગ પર સી.સી. રોડનું કામ પૂર્ણ કરવા તેમજ મેળા દરમિયાન લોકોની સલામતી, સુરક્ષા વ્યવસ્થા, આરોગ્ય, પાણી, વિજળી, પાર્કિંગ, સ્વચ્છતા અને વેપારીઓ માટે પ્લોટ ફાળવણી અંગે જરૂરી આયોજન કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ડાંગ દરબારનો મેળો દર વર્ષે હોળીના પાંચ દિવસ પૂર્વે યોજાય છે અને પરંપરા મુજબ તેનો ઉદ્ઘાટન માનનીય રાજ્યપાલશ્રીના હસ્તે કરવામાં આવે છે.