

આશાપુરા ફાઉન્ડેશન દ્વારા આયોજિત જાહેર નિઃશુલ્ક જનરલ મેડિકલ સારવાર કેમ્પ તા. 30/01/2026 ના રોજ ભાનુશાલી સમાજવાડી, ગામ બુટા, તા. અબડાસા ખાતે યોજાયો હતો. કેમ્પનો આરંભ સવારે 10:00 કલાકે કરવામાં આવ્યો હતો.
આ સારવાર કેમ્પમાં અનુભવી તબીબ ડૉ. જે. કે. સોજીત્રા દ્વારા દર્દીઓની તપાસ કરી જરૂરી સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું. કેમ્પ દરમિયાન કુલ 105 દર્દીઓએ નિઃશુલ્ક સારવારનો લાભ લીધો હતો.
આ જનહિતકારી કેમ્પનું આયોજન આશાપુરા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમને આશાપુરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સૌજન્ય સહયોગ આપવામાં આવ્યો હતો. સ્થાનિક નાગરિકોમાં આ કેમ્પને સારો પ્રતિસાદ મળ્યો હતો અને આરોગ્ય સેવાઓ પ્રત્યે જાગૃતિ વધારવા માટે આ પહેલ પ્રશંસનીય રહી હતી.
રિપોર્ટ બાય આદમ નોતિયાર
ઇન્ડિયન ટીવી બિયરો ચીફ લખપત તાલુકા
Mo 9979330250