
ગાંધીનગર જિલ્લા કંટ્રોલ રૂમનો વરસાદી અહેવાલ
…..
આજે તા. ૨૩ જુલાઈ, ૨૦૨૬ ના રોજ જિલ્લામાં સરેરાશ ૩૬.૫ મીમી એટલે કે દોઢ ઈંચ વરસાદ નોંધાયો
…
માણસા તાલુકામાં સૌથી વધુ ૫૪ મીમી એટલે કે સવા બે ઈંચ વરસાદ નોંધાયો
……
ગાંધીનગર તાલુકામાં ૪૮ મીમી અને કલોલમાં ૨૬ મીમી વરસાદ
….
સાંજે ૪ થી ૬ વચ્ચે મોટાભાગના તાલુકાઓમાં ધોધમાર વરસાદ
….
ગાંધીનગર જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર,તારીખ ૨૩ જુલાઈ, ૨૦૨૬ ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યા સુધીમાં ગાંધીનગર જિલ્લામાં સરેરાશ ૩૬.૫ મીમી અંદાજે ૧.૫ ઈંચ વરસાદ નોંધાયો છે.
તાલુકાવાર વરસાદની વિગત
જિલ્લામાં આજે સૌથી વધુ ૫૪ મીમી -સવા બે ઈંચથી વધુ વરસાદ માણસા તાલુકામાં નોંધાયો છે. માણસામાં બપોરે ૪:૦૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા દરમિયાન જ ૩૯ મીમી જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો.
ગાંધીનગર તાલુકાનુ વાત કરવામાં આવે તો કુલ ૪૮ મીમી પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં સાંજે ૪:૦૦ થી ૬:૦૦ વાગ્યા વચ્ચે ૨૬ મીમી વરસાદ થયો હતો.
કલોલ તાલુકામાં દિવસ દરમિયાન કુલ ૨૬ મીમી એટલે કે ૧ ઈંચ વરસાદ નોંધાયો છે.જ્યારે દહેગામ તાલુકામાં દિવસ દરમિયાન કુલ ૧૮ મીમી વરસાદ થયો છે.
સમયગાળા મુજબ વરસાદી આંકડા
આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે તબક્કાવાર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા હતા. ખાસ કરીને બપોર પછી સાંજના ૪ થી ૬ વાગ્યાના બે કલાકના સમયગાળા દરમિયાન જિલ્લામાં સરેરાશ ૨૦.૨૫ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
…..
હિતેશ પટેલ