

*સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં ‘ખાલી ખુરશીઓ’નો વરસાદ!*
*કરોડોના ખર્ચ વચ્ચે પ્રવાસીઓ ગેરહાજર, ભવ્ય આયોજન સામે ઉઠ્યા સવાલો*
*રિપોર્ટર: ઝાકિર ઝંકાર આહવા ડાંગ*
સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ-2026ના બીજા દિવસે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખુરશીઓ ખાલી જોવા મળતાં તંત્રના આયોજન સામે સવાલો ઉઠ્યા છે.
પ્રવાસીઓને આકર્ષવા ભવ્ય સ્ટેજ અને વિવિધ કાર્યક્રમો પાછળ મોટો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં કાર્યક્રમ સ્થળે અપેક્ષા મુજબની હાજરી ન જોવા મળતાં ફેસ્ટિવલની અસરકારકતા ચર્ચામાં આવી છે.
કરોડોના ખર્ચની ચર્ચા વચ્ચે હવે સવાલ એ છે કે ફેસ્ટિવલથી ખરેખર પ્રવાસીઓ અને સ્થાનિક વેપારીઓને કેટલો લાભ મળ્યો? તંત્ર દ્વારા કુલ ખર્ચ, પ્રવાસીઓની સંખ્યા અને સ્થાનિક વેપારીઓને થયેલા લાભના આંકડા જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ભવ્ય આયોજન છતાં ખાલી ખુરશીઓનું દૃશ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બનશે કે નહીં, તે જોવું રહ્યું.