

*ડાંગ જિલ્લાના સુબીર નવ જ્યોત સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના ‘સ્વતંત્રતા પર્વ’ ની ઉજવણી સંદર્ભે યોજાયુ રિહર્સલ :*
–
*જિલ્લા કલેક્ટર શ્રી એન. ડી. પરમારના અધ્યક્ષ સ્થાને સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું*
–
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , આહવા ડાંગ*
આહવા: તા: ૧૩: આગામી ૧૫મી ઓગસ્ટે સવારના ૮:૩૦ કલાકે, ૮૦મા જિલ્લા કક્ષાના ‘સ્વતંત્રતા પર્વ’ ની ઉજવણી ભાગરૂપે આજરોજ ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી એન. ડી. પરમારના અધ્યક્ષ સ્થાને સુબીર નવ જ્યોત સ્કૂલ ખાતે સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું.
કાર્યક્રમની પુર્વ તૈયારીના ભાગરૂપે અહિં રિહર્સલનો સંપૂર્ણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ રિહર્સલ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી એન. ડી. પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કુલદીપસિંહ ઝાલા, જિલ્લા પોલીસ વડા સુ. શ્રી પૂજા યાદવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી એસ. ડી. તબિયાર, પ્રાયોજના વહીવટદારશ્રી ડો. મયુર પરમાર, નિવાસી અધિક કલેક્ટર શ્રી હિતેશ જણકાટ, પ્રાંત અધિકારી શ્રી યુ. વી. પટેલ, કાર્યપાલક ઈજનેર શ્રી કેતન કુંકણા, સહિતના તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓએ સંયુક્ત રીતે કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી.
આ તમામ અધિકારીશ્રીઓની ટીમે મુખ્ય ધ્વજવંદન સ્થળ, સાંસ્કૃતિક મહોત્સવનું મેદાન તેમજ દરેક કાર્યક્રમ સ્થળ પર રૂબરૂ જઈને સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, બેઠક વ્યવસ્થાની આખરી તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તમામ અધિકારીશ્રીઓને સુચારું વ્યવસ્થા ગોઠવવા સબંધિત અધિકારીશ્રીઓને સ્થળ પર જ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને દિશાનિર્દેશો આપ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન કલેક્ટર શ્રી એન. ડી. પરમારે પરેડ નિરીક્ષણ કરી શાળાના બાળકો દ્વારા રજુ થનાર દેશભક્તિને લગતાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું રિહર્સલ નિહાળ્યુ હતુ.
–