

*ડાંગમાં ‘અશોકા રંગોળી ગ્રુપ’ દ્વારા રંગોળી શિબિર યોજાઈ*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , ડાંગ(આહવા)*
નવસારીના ‘અશોકા રંગોળી ગ્રુપ’ દ્વારા વિદ્યાર્થીઓમાં કલા અને સર્જનાત્મકતા વિકસે તે હેતુથી વિવિધ સ્થળોએ રંગોળી શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ગત તા. ૧૧ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ડાંગ જિલ્લાના શિવારીમાળ ખાતે આવેલી ટ્રસ્ટ સંચાલિત શાળામાં વિશેષ રંગોળી શિબિર યોજાઈ હતી.
આ શિબિરમાં નિષ્ણાત માર્ગદર્શકો દ્વારા વિદ્યાર્થીઓને પરંપરાગત રંગોળી તેમજ આધુનિક અને આકર્ષક 3D રંગોળી બનાવવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. રંગોની પસંદગી અને કલાત્મક પદ્ધતિઓ શીખીને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર સુંદર રંગોળીઓ તૈયાર કરી પોતાની સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ તા. ૬ થી ૮ ઓગસ્ટ દરમિયાન નવસારીના વિજલપોર સ્થિત મમતા મંદિરમાં પણ આવી જ ત્રણ દિવસીય શિબિર યોજાઈ હતી. પરંપરાગત લોકકળાને નવી પેઢી સુધી પહોંચાડવાના આ સરાહનીય અભિયાનને ગ્રામજનો અને શૈક્ષણિક આલમ દ્વારા વધાવી લેવાયું છે.