

ખેતી બેંકની ચૂંટણીમાં
વલ્લભીપુર તાલુકામાં ભાજપના ગઢમાં ફરી એકવાર ગાબડું
વલ્લભીપુર તાલુકામાં આજે યોજાયેલ ઘી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ સરલ ડેવલપમેન્ટ બેંક લી. (ખેતી બેંક)ની ચૂંટણીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ચૂંટણી વાઘેથરી માતા મંદિર ખાતે યોજાઈ હતી, જયાં ભાજપ પ્રેરિત, કોંગ્રેસ તેમજ અપક્ષ સમર્થિત ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા.
ચૂંટણીના પરિણામોમાં ભાજપ પ્રેરિત ઉમેદવારોને કરારી હારનો સામનો કરવો પડયો છે, જેના કારણે તાલુકામાં બીજી વખત ભાજપના ગઢ ગણાતા વલ્લભીપુરમાં ગાબડું પડયું હતું.
ભાજપનો ગઢ વલ્લભીપુરમાં
પડયું ગાબડું
આ અગાઉ તાલુકા પંચાયતની 10 બેઠકો તેમજ જિલ્લા પંચાયતની બંને બેઠકો પર બ્રિજરાજસિંહ ગોહિલે વિજય મેળવી પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.
. હવે ખેતી બેંકની ચૂંટણીમાં પણ ભાજપને મળેલી હારને રાજકીય દ્વષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો
0
રશ્મિન વિનુભાઈ વઘાસીયા
2
રાજુભાઈ વાઘજીભાઈ સોલંકી
3
નાગજીભાઈ કાકરશીભાઈ ભલાણી
4
ભગીરથસિંહ કાળુભાઈ ગોહિલ
વિજેતાઓને હાર પહેરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.