
ધોળકા તાલુકાના ભેટાવાડા સહિત આસપાસના ગામોમાં ગટર અને કેમિકલયુક્ત પાણીના પ્રશ્ને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ધોળકા મામલતદાર કલેકટર સાહેબ પહોંચ્યા હતા
ભેટાવાડા ગામે નિરીક્ષણ કરવામાં આવ્યું
ભારતી બાપુ પણ પહોંચ્યા ભેટાવાડ ની મુલાકાત લીધી
ગ્રામજનોના આક્ષેપ મુજબ, ધોળકા નગરપાલિકાનું ગટરનું પાણી તેમજ આસપાસળીશ કંપનીઓમાંથી છોડવામાં આવતું કેમિકલયુક્ત પાણી ખેતરો અને ગામની આસપાસના વિસ્તારોમાં આવી રહ્યું છે. જેના કારણે ખેતીને નુકસાન થવાની સાથે ગ્રામજનોમાં ચામડી સહિતની વિવિધ બીમારીઓની ફરિયાદો ઉઠી રહી છે. ગ્રામજનો દ્વારા કેન્સર જેવી ગંભીર બીમારીઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
ભેટાવાડા, પાલડી, ત્રાસદ, નેસડા અને આંબારેલી સહિતના ગામોના ગ્રામજનો દ્વારા અગાઉ પણ સરકાર અને તંત્રને રજૂઆત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા હવે ગ્રામજનો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે.
ગ્રામજનોનું સ્પષ્ટ કહેવું છે કે ગટરનું પાણી અને કેમિકલયુક્ત પાણી છોડવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે. જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધીજીના માર્ગે આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ગ્રામજનોનું કહેવું છે કે જ્યાં સુધી આ સમસ્યાનો કાયમી નિકાલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે.