
AI એ આપ્યા 80ના ફોટા… અને આપણે બધાજ એ ટ્રાન્ફોર્મેશનમાં ડૂબી ગયા! 80s ટ્રેન્ડ આવ્યો… અને સોશ્યલ મીડિયા પર 80s નું તોફાન!
રિપોર્ટર સાકીર ટીટોઈયા: મોડાસા અરવલ્લી
10 સપ્ટેમ્બર 2026
ભાઈ, એક વાત કહું? આજકાલ સોશ્યલ મીડિયા પર એવું ચાલી રહ્યું છે કે જાણે કોઈએ ટાઈમ મશીન ચાલુ કરી દીધું હોય! 80ના દાયકાના ફોટા… જૂના કલર, જૂની હેરસ્ટાઈલ, જૂની ડ્રેસિંગ… અને તે પણ એઆઈએ બનાવીને આપી રહ્યું છે. એક ક્લિકમાં તમે 1985ના યુગમાં પહોંચી જાઓ છો. અને પછી? પછી તો સ્ટેટસ, સ્ટોરી, રીલ… બધું જ 80s મોડમાં!
હવે વિચારો તો મજા આવે. આપણે માનવીઓ કેવા છીએ ને? કાલે સુધી આપણે કહેતા કે “આજકાલના ફોટા બહુ ફિલ્ટરવાળા છે, નેચરલ નથી.” અને આજે એજ આપણે એઆઈના જૂના ફોટા જોઈને કહીએ છીએ, “વાહ ભાઈ! કેવો નેચરલ લાગે છે!”
આ ટ્રેન્ડ જોઈને એક વાત સ્પષ્ટ થાય છે આપણને ખુશીની બહુ જરૂર છે. થોડું હસવું, થોડું યાદ કરવું, થોડું બીજાને બતાવવું કે “જુઓ, હું પણ 80ના દાયકામાં કેવો દેખાતો!” અને બસ… ખુશીનું ટેમ્પરેચર વધી જાય છે. કોઈનો ફોટો જોઈને હસીએ, કોઈનો ફોટો જોઈને “વાહ” કહીએ, અને પોતાનો ફોટો મૂકીને “લાઈક્સ”ની રાહ જોઈએ. આખું સર્કલ જ ખુશીનું ચાલે છે.
સૌથી મોટી મજા તો એ છે કે આ ટ્રેન્ડ કોઈએ ફરજ પાડીને શરૂ કર્યો નથી. કોઈએ કહ્યું નથી કે “ભાઈ, 80sના ફોટા મૂકો નહીં તો અનફોલો!” છતાં બધા જ ફોલો કરી રહ્યા છે. કારણ કે આપણે માનવીઓ છીએ. આપણને ટ્રેન્ડ ગમે છે. આપણને “બધા કરે છે તો હું પણ કરું” એવું ગમે છે. અને જ્યારે એ ટ્રેન્ડમાં મજા અને ખુશી હોય, ત્યારે તો વાત જ અલગ!
આજે જે વ્યક્તિ કાલે સુધી કહેતો કે “હું ટ્રેન્ડમાં નથી પડતો”, એજ આજે 80sના ફોટા સાથે સ્ટેટસ મૂકી રહ્યા છે. આપણી આ આદત જ છે. ક્યારેક ડાન્સ ચેલેન્જ, ક્યારેક ફિલ્ટર, ક્યારેક ઓલ્ડ ફોટા… અને આપણે બધામાં સામેલ થઈ જઈએ છીએ. કારણ કે અંદરથી આપણે બધા થોડા બાળકો જ છીએ. થોડી મજા, થોડી નવી વસ્તુ, થોડી બીજાઓ સાથે જોડાણ… અને આપણે ખુશ!
આ ટ્રેન્ડની સૌથી સુંદર વાત એ છે કે તે કોઈને નુકસાન કરતું નથી. કોઈની ટીકા નથી, કોઈની સરખામણી નથી, કોઈનું મન દુભાવવાનું નથી. ફક્ત હાસ્ય છે, યાદો છે અને પોઝિટિવ વાઇબ્સ છે. આજના તણાવભર્યા જીવનમાં આવા નાના નાના ખુશીના ક્ષણો કેટલા મોંઘા છે, એ આપણે બધા જાણીએ છીએ.તો ભાઈ-બહેનો, આગળ પણ આવા ટ્રેન્ડ આવશે. ક્યારેક 90ના, ક્યારેક 70ના, ક્યારેક કોઈ નવું ફિલ્ટર. અને આપણે ફરીથી હસીશું, ફરીથી ફોટા મૂકીશું, ફરીથી લાઈક્સની રાહ જોઈશું. કારણ કે આપણે મનુષ્યો છીએ… અને આપણને ખુશી ગમે છે!
તો આવો, આ ટ્રેન્ડનો આનંદ લો. પોતાના 80sના ફોટા મૂકો, બીજાના ફોટા જોઈને હસો, અને થોડીવાર માટે આજના તણાવને ભૂલી જાઓ. કારણ કે જીવનમાં ખુશી નાની નાની વસ્તુઓમાંથી જ મળે છે… અને ક્યારેક એ ખુશી એઆઈના એક જૂના ફોટામાંથી પણ આવી જાય છે!
સ્માઈલ કરો… અને ટ્રેન્ડ ચાલુ રાખો! કોઈ બાકી
ના રહી જતા……!