ITN National

इंडियन टीवी न्यूज

Advertisement

અંજન કુંડ ખાતે સ્થાનિક પ્રશ્નો અંગે સ્નેહલભાઈ ઠાકરે અને જિગ્નેશ સોલંકીની મુલાકાત

```

 

*અંજન કુંડ ખાતે સ્થાનિક પ્રશ્નો અંગે સ્નેહલભાઈ ઠાકરે અને જિગ્નેશ સોલંકીની મુલાકાત*

 

*સ્થાનિક સુવિધાઓ અને વિકાસના મુદ્દાઓ અંગે ચર્ચા કરી યોગ્ય નિરાકરણ માટે આગળની કાર્યવાહી અંગે વિચારવિમર્શ*

 

*આહવા, ડાંગ | રિપોર્ટર: ઝાકિર ઝંકાર*

 

ડાંગ જિલ્લાના પવિત્ર ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળ અંજન કુંડ ખાતે આજે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી સ્નેહલભાઈ રામુભાઈ ઠાકરે તથા તાલુકા પંચાયત આહવાની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી જિગ્નેશ સોલંકીએ મુલાકાત લીધી હતી.

 

આ મુલાકાત દરમિયાન લિંગાના રાજા છત્તર સિંગ સૂર્યવંશીની ઉપસ્થિતિમાં અંજન કુંડ ખાતેના સ્થાનિક પ્રશ્નો, જરૂરી પાયાની સુવિધાઓ તથા સ્થળના વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

 

સ્થાનિક લોકો દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નો અને જરૂરી સુવિધાઓ અંગે જાણકારી મેળવી, તેના યોગ્ય નિરાકરણ માટે આગળની કાર્યવાહી કેવી રીતે હાથ ધરવી તે અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.

 

અંજન કુંડના વિકાસ સાથે સ્થાનિક પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે અને સ્થળે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે સાથે મળીને યથાશક્તિ પ્રયત્નો કરવાની ભાવના સાથે આ મુલાકાત પૂર્ણ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *