ITN National

इंडियन टीवी न्यूज

Advertisement

*અંજનકુંડ ખાતે ૫૦૦થી વધુ લોકોએ કરી સફાઈ ઝુંબેશ

```

*અંજનકુંડ ખાતે ૫૦૦થી વધુ લોકોએ કરી સફાઈ ઝુંબેશ*

 

*રિપોર્ટર;ઝાકિર ઝંકાર, આહવા, ડાંગ*

 

તા. ૨૭: ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિશ્વ પ્રવાસન દિન નિમિત્તે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંજનકુંડ ખાતે મહા સફાઈ અભિયાન યોજાયું હતું. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર એન.ડી. પરમાર, જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકો મળી ૫૦૦થી વધુ લોકો જોડાયા હતા.

 

અંજનકુંડથી ધોધ સુધીના આશરે ૧.૫ કિ.મી. વિસ્તારમાં સફાઈ કરી પ્લાસ્ટિક બોટલો, રેપર્સ સહિતનો કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા જાળવવા તથા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા નાગરિકો અને પ્રવાસીઓને અપીલ કરાઈ હતી. અભિયાન થકી ‘સ્વચ્છ ડાંગ, પ્રાકૃતિક ડાંગ’ નો સંદેશ આપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *