ITN National

इंडियन टीवी न्यूज

Advertisement

ડાંગ જિલ્લાના ધવલીદોડ ગામે ભૂમિ-સીમાંકન (રી-સરવે) કામગીરીની સ્થળ પર સમીક્ષા કરતા પ્રભારી મંત્રીશ્રી ડો.જયરામભાઇ ગામીત

```

 

*ડાંગ જિલ્લાના ધવલીદોડ ગામે ભૂમિ-સીમાંકન (રી-સરવે) કામગીરીની સ્થળ પર સમીક્ષા કરતા પ્રભારી મંત્રીશ્રી ડો.જયરામભાઇ ગામીત*

 

 

*જમીનના હક્કો અને સીમાઓ અંગેની સરવે કામગીરીમાં પારદર્શિતા અને ક્ષતિરહિત ચોકસાઈ જાળવવા આપ્યા નિર્દેશ*

 

*રિપોર્ટર: ઝાકિર ઝંકાર, આહવા ડાંગ*

 

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના જમીન સંબંધી પ્રશ્નોના નિવારણ અને જમીન મહેસૂલી બાબતોમાં પારદર્શિતા લાવવાના હેતુથી હાથ ધરવામાં આવેલ ભૂમિ-સીમાંકન (રી-સરવે) ઝુંબેશ અંતર્ગત ડાંગ જિલ્લાના મુલાકાતે પધારેલ રાજ્યકક્ષાના મંત્રીશ્રી વ ડાંગના પ્રભારી મંત્રીશ્રી ડો.જયરામભાઇ ગામીતે ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી એન.પરમાર સાથે ધવલીદોડ ગામે રામુબાઇ બાગુલના ખેતરની માપણી અંગેની કામગીરીની સમીક્ષા કરી હતી.

 

ધવલીદોડ ગામે સરવે અધિકારીઓ તેમજ સ્થાનિક ખેડૂત ખાતેદારશ્રીઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં હાથ ધરાયેલી રી-સરવેની માપણી કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત અધિકારીઓને ખેડૂતોના જમીનના હક્કો અને સીમાઓ બાબતે સંપૂર્ણ ચોકસાઈ જાળવવા અને સમગ્ર કામગીરી અત્યંત પારદર્શક રીતે પૂર્ણ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.

 

ખેડૂતોને પોતાના જમીન મહેસૂલી રેકોર્ડ બાબતે ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સરવે સંબંધિત તમામ તકનીકી પાસાઓ ચકાસીને ક્ષતિરહિત કામગીરી સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

 

આ સમીક્ષા વેળાએ પ્રભારી મંત્રીશ્રી ડો.જયરામભાઇ ગામીત, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઇ ગામીત, જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી.પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કુલદીપસિંહ ઝાલા તેમજ સ્થાનિક પદાધિકારીશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *