

રાયપુર ગામ ખાતે પીવાના પાણી માટે બોરનું ખાતમુહૂર્ત
ગાંધીનગર: રાયપુર ગામ ખાતે આજે પીવાના પાણીની સુવિધા માટે બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત જિલ્લા ડેલિગેટ શ્રી ટીનાજી કાળાજી ડાભી ઠાકોર સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાયપુર ગ્રામ પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગામમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે કરવામાં આવેલી આ કામગીરીને ગ્રામજનોએ આવકારી હતી.
આ શુભ પ્રસંગે રાજ રાજેશ્વરી મા કુળદેવી બ્રહ્માણી માતાજી સૌની મનોકામનાઓ પૂર્ણ કરે અને ગામમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
રિપોર્ટર: જનકસિંહ ડાભી
ગાંધીનગર