જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષક સોસાયટીની 93મી વાર્ષિક સાધારણ સભા બીએપીએસ મંદિર ખાતે યોજાઇ

ધી જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષક કો. ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 93મી વાર્ષિક સાધારણ સભા બીએપીએસ સભાખંડ ખાતે વિદ્યાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં યોજાય હતી. જેમાં મોટી સંખ્યામાં સભાસદ ભાઈ બહેનો હાજર રહ્યા હતા. 

જંબુસર તાલુકા શિક્ષકોની ક્રેડિટ સોસાયટી છેલ્લા 92 વર્ષથી કાર્યરત છે. જે 2017 થી ચેરમેન દિનેશભાઈ મકવાણા અને તેમની ટીમ સોસાયટીની પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહે છે. આજ રોજ 93મી વાર્ષિક સાધારણ સભા જંબુસર બીએપીએસ મંદિર સભાખંડ ખાતે વિદ્યાનંદજી મહારાજની અધ્યક્ષતામાં યોજાય હતી. જેમાં ચેરમેન અને તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ દિનેશભાઈ મકવાણા, વાઇસ ચેરમેન સંજયભાઈ પરમાર, જિલ્લા શિક્ષક સંઘ ઉપપ્રમુખ હરદીપસિંહ યાદવ, મહામંત્રી શંકરસિંહ પઢિયાર,સેક્રેટરી રાહુલભાઈ મોરી ,સહિત ઉપસ્થિત રહ્યા હતા. સભાનો પ્રારંભ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરાયો હતો અને સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી જેમાં આઠ કામો હતા. સને 2023 24 નું સરવૈયું તારીખ સહિતની સર્વાનુ મતે મંજૂરી આપવામાં આવી અહેવાલ વાંચન રાહુલ મોરી દ્વારા કરાયું હતું. તથા નિવૃત સારસ્વત શિક્ષકો તથા તેજસ્વી તારલાઓનું ઉપસ્થિતોના હસ્તે સન્માન કરાયું હતું.

વિદ્યાનંદજી મહારાજે આશીર્વાદ જણાવ્યું હતું કે આજનો સમય બદલાયો છે ગામડાની પરિસ્થિતિ એવી છે કે ગામડામાંથી લોકો શહેરી વિસ્તાર તરફ જઈ રહ્યા છે. ગામડા બચે તે દિશામાં કાર્ય કરવું જેમાં પાયાના વ્યક્તિઓની જરૂર છે. પહેલાના સમયમાં ઋષિમુનિઓએ નેતૃત્વ સ્વીકારેલું અને તે આજના શિક્ષકો કાર્ય કરી રહ્યા છે. અને શિક્ષકો સમાજનો નેતૃત્વ સ્વીકારે તો દેશ બચશે. ભાવ સિવાય ભક્તિ ના થાય ભાવના વગર કાર્ય કરે એ સફળ થાય નહીં અને સમાજની પ્રગતિ થાય તે રીતે કાર્ય કરવા જણાવ્યું હતું.

ચેરમેન દિનેશભાઈએ પોતાના વક્તવ્યમાં સોસાયટીની કામગીરી, સધ્ધરતા અંગે જણાવી સંગઠનલક્ષી વાત કરી હતી. શિક્ષકોએ એક થવા સંગઠનમાં શક્તિ છે તે અંગે જણાવ્યું. આ સહિત જૂની પેન્શન યોજના માટે શિક્ષક સંઘ કાર્ય કરે છે તેમાં સહભાગી થવા તથા દિનેશભાઈ મકવાણા રાજ્યકક્ષાની કામગીરી માટે પસંદગી કરાયા તે બદલ ઉપસ્થિતો એ અભિનંદન પાઠવી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમની આભાર વિધિ ભુપેન્દ્રભાઈ પઢિયારે કરી હતી. આ પ્રસંગે મંડળીની સભ્યતામાં સિંહ ફાળો છે તેવા હિતેચ્છુ શિક્ષકો, સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Leave a Comment