જંબુસર તાલુકાના મંગણાદ ખૂન વગા ખાતે પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજીનું ભવ્ય આગમન સાથે ભક્તોના ઘરે પધરામણી કરી

જંબુસર તાલુકાના મંગણાદ ખૂન વગા ખાતે પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજીનું ભવ્ય આગમન સાથે ભક્તોના ઘરે પધરામણી કરી પ્રગટ ગુરુહરી પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી જે ગુરુહરી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આધ્યાત્મિક વારસદાર જેઓ જંબુસર તાલુકાના મગણાદ ગામે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું. અને ખૂનવગા વિસ્તારમાં ભક્તોના ઘરે પધરામણી કરી હતી. ત્યારબાદ બાઈક રેલી સ્વરૂપે જંબુસર મોટા સ્ટેશન ખાતે ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે આવી પહોંચ્યા હતા.જ્યાં સૃહદ સત્સંગ મંડળ જંબુસર પ્રમુખ મકનજી પટેલ,કિશોરભાઈ જડિયા, સોપાન જડિયા, શૈલેષ પટેલ,નિરંજન પટેલ, કલ્પેશ પટેલ, ચિંતન પટેલ સહિત હરિભક્તો ઉપસ્થિત રહી પ્રબોધ સ્વામીજીનું ભવ્ય સ્વાગત સન્માન કરાયું હતું.અને આ વિસ્તારના અગ્રણીઓ દ્વારા ઠાકોરજી તથા સ્વામીજીનું પૂજન કરી ઘરે-ઘરે પધરામણી કરી હતી.ત્યારબાદ પુષ્પહાર વિધિ બાદ સ્વામીજીએ પોતાની અમૃતવાણી નો લાભ આપતા જણાવ્યું હતું કે સ્વામીજીએ આપણા આત્માનું જતન કર્યું છે.આ પ્રસાદીની ધરતી છે તેમ કહી 40 વર્ષ પહેલાની સ્વામીજીની વાતો,પ્રસંગો વાગોળી હતી.આપણે સ્વામીજીના સંકલ્પે સુખી છીએ, પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ વાવેલા બી આજે ફુટી નીકળ્યા છે. તેમને ખૂબ ભીડો વેઠ્યો છે, ડાખલો કર્યો છે. સંતોને કોઈ સ્વાર્થ નથી,આ અવસર આવ્યો છે ઋણ વાળવાનો તો સંતો આપણી પર અધિકાર કરે એવો સંબંધ થાય તો સત્સંગ થયો કહેવાય તથા નિષ્ઠાથી જીવન જીવવા જણાવ્યું હતું.આ સહિત ભક્તો સૂત્ર પોકારતા હતા કે એક જ ચાલે… ત્યારે પ્રબોધ સ્વામીજીએ કહ્યું કે આત્મીયતા હોય ત્યાં બધા જ ચાલે આપણે બધાએ સ્વામીજીનો ભીડો ડાખલો યાદ રાખવાનો છે. તેમ કહી ઝવેરમામા સહિત જુના સત્સંગીઓને યાદ કરી વડીલોને આગળ રાખી કાર્ય કરવા જણાવ્યું હતું.
રિપોર્ટર દેવેન્દ્ર મિસ્ત્રી જંબુસર

Leave a Comment