અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા મહેસાણા જિલ્લામાં ફટાકડાના ખરીદ વેચાણ તથા ઉપયોગ પર નિયંત્રણો મુકતુ જાહેરનામું પ્રસિધ્ધ કરાયુ

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, મહેસાણા સુભાષ સી. સાવલીયાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ૩૩(૧)(યુ) હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ મહેસાણા જિલ્લાની હદવિસ્તારમાં નીચે મુજબના કૃત્યોનું ચુસ્તપણે પાલન કરવા માટે ફરમાવેલ છે.

 

નામ.સુપ્રિમકોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે તેનાં ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવેલ છે.

 

આ સિવાયનાં તમામ પ્રકારનાં ફટાકડાનાં ઉત્પાદન અને વેચાણ પર નામ.સુપ્રિમકોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

 

(૨) ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબજ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદૂષણ અને ઘનકચરો પેદા કરતાં બાંધેલા ફટાકડા (joint firecrackers series crackers of Laris) પર સુપ્રિમ કોર્ટા દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

 

(3) ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ દ્વારા કરવાનું રહેશે. આ વેપારીઓએ નામ.સુપ્રિમકોર્ટના તા.ર૪/૧૦/૨૦૧૮નાં આદેશ મુજબ માન્ય રાખવામાં આવેલ કટકડાઓનું જ વેચણ કરવાનું રહેશે.

 

(૪) તમામ ઈ-કોમર્સ વેબસાઈટને ઓનલાઈન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકેલ છે.

 

(૫ ) ફટાકડા બનાવવા માટે બેરીયમના ઉપયોગ પર પ્રિમકોર્ટે પ્રતિબંધ મુકેલ છે.

 

(૬) દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા ફોડવામાં આવે છે તેમાં ફટાકડા રાત્રે ૮.૦૦ થી ૧0.00કલાક સુધી જ ફોડી શકાશે. તેમજ ક્રિસમસ અને નૂતનવર્ષનાં તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે ૨૩.૫૫ કલાક થી ૦૦.૩૦ કલાક સુધી જ ફોડી શકાશે.

 

(૭) હાનિકારક ધ્વની પ્રદુષણ રોકવા માટે માત્ર PESO (પેટ્રોલીયમ એન્ડ એક્ષપ્લોઝીવ સેફટી ઓર્ગેનાઇઝેશન) સંસ્થા દ્વારા અધિકૃત બનાવટ વાળા અને માન્ય ધ્વનીસ્તર (Desibel Level) વાળા જ ફટાકડા વેચી/વાપરી શકાશે…. PESO દ્વારા એવા અધિકૃત/માન્યફટાકડાના દરેક બોક્ષ ઉપર “PESO” ની સુચના પ્રમાણેનું માર્કિંગ હોવું જરૂરી છે.

 

(૮) હોસ્પીટલ, નર્સિંગહોમ, આરોગ્યકેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧00 મીટર ત્રિજ્યાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઇપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી.

 

(૯) કોઇપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહી. રાખી શકાશે નહી. કે વેચાણ કરી શકાશે નહી.

 

(૧૦) લોકોને અગવડ ઉભી ન થાય કે કોઇપણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેમાટે મહેસાણા જિલ્લાના બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપ/સી.એન.જી.પંપ/એલ. પી.જી./બોટલીંગપ્લાન, એલ.પી.જી. ગ્રેસનાસ્ટીરેજ, અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઇ મથકોની નજીકમાં ફટાકડા દારૂખાનું ફોડી શકાશે નહી.

 

(૧૧)કોઈપણ પ્રકારના સ્કાયલેન્ટર (ચાઇનીઝ ટુક્કલ/આતીશબાજી બલુન/રોકેટ)નુ ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઇપણ સ્થળે ઉડાડી શકાશે નહી.

 

આ હુકમ તા. ૨૮/૧૦/૨૦૨૪ના ૦૦.૦૦ કલાકથી તા.૧૫/૧૧/૨૦૨૪ના ૨૪:૦૦ કલાક સુધી (બન્ને દિવસો સહિત) અને તા.૨૫/૧૨/૨૦૨૪ના ૦૦-૦૦ કલાક થી તા.૦૧/૦૧/૨૦૨૫ના ૨૪:૦૦ કલાક સુધી (બન્ને દિવસો સહિત) અમલમાં રહેશે.

 

આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર અથવા તેમ કરવામાં મદદગારી કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

 

આ હુકમ અન્વયે મહેસાણા જિલ્લામાં પોલીસ ખાતામાં ફરજ બજાવતા પોલીસ સબઈન્સપેક્ટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવતા તમામ અધિકારીઓને આ હુકમનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ હેઠળ ગુનો દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

 

જાગૃતિ કેળવાય તે માટે સ્થાનિક કક્ષાએ શાળાઓમાં જિલ્લા આ બાબતને લક્ષમાં લઇ નગરપાલિકાઓ દ્રારા લોકોમાં ફટાકડાથી થતાં પ્રદૂષણ અંગે બાળકોમાં શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મારફત ખાસ કાર્યક્રમો આયોજીત કરવાના રહેશે નામ.સુપ્રિમ કોર્ટના હુકમનો મૂળભૂત હેતુ ફટાકડાથી પ્રદૂષણ અને જાહેર આરોગ્યને થતી હાનિ રોકવાનો છે.

 

જાગૃતતા કેળવાય તથા નામ.સુપ્રિમ કોર્ટના હુકમનો ખરા અર્થમાં અમલ

થાય તે મુજબ હોર્ડીંગ, બીલબોર્ડ, ઇલેકટ્રોનિક/ડિજીટલી બોર્ડ વગેરે મારફત પ્રચાર અને પ્રસાર કરવાનો રહેશે એમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.સી.સાવલીયાએ ફરમાવ્યું છે.

 

પ્રેસ રિપોટર : હસમુખભાઈ પંડયા

Leave a Comment