
ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં નવયુગ સ્કૂલ ની સામે આવેલ વરસાદી કાસમાં મગરદેખા દેતા મહાદેવ નગરમાં રહેતા રહીશોમાં ભયનો માહોલ ફેલાયો. પ્રાપ્ત વિગતો મુજબ જંબુસર શહેરમાં આવેલ મહાદેવ નગર ની સામે વરસાદી કાસમા પાણી ભરાયેલ હોય જેમાં મહાદેવ નગરના રહીશોને મગર દેખા દેતા સોસાયટીના જાગૃત નાગરિકે ફોરેસ્ટ ખાતાને જાણ કરતા ફોરેસ્ટ ખાતા દ્વારા મગર ને પકડવા માટે પાંજરુ મુકાયું . પરંતુ વરસાદી કાસમા ઘણા ઝાડી ઝાખરો આવેલ હોય તેના કારણે મગર પીંજરે પુરાયો નથી. જેને ધ્યાને લઈ જાગૃત નાગરિકો દ્વારા નગરપાલિકામાં મૌખિક જાણ કરેલ કે જે વરસાદે કાસમાં મગર છે તેના ઝાડી ઝડપથી નિકાલ કરવામાં આવે. રિપોર્ટ દેવેન્દ્ર મિસ્ત્રી. જંબુસર