આજ રોજ ચૈત્ર નવરાત્રી સાથે મહારાષ્ટિયન પરિવારો દ્વારા ઉમંગ

આજ રોજ ચૈત્ર નવરાત્રી સાથે મહારાષ્ટિયન પરિવારો દ્વારા ઉમંગ -ઉલ્લાસ થી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી સાથે મહારાષ્ટીયન સમાજે ગુડી ઉભી કરી નવા વર્ષની પાઠવી શુભેચ્છા

હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર નવરાત્રી ગુડી પડવા ના દિવસ થી શરુ થાય છે તેમજ મહારાષ્ટીયન પરિવારનું નવું વર્ષ પણ આજ દિવસ થી શરુ થાય છે ત્યારે વડોદરા શહેર માં વસતા મહર્ષ્ટિયાન સમાજ ના પરિવારો દ્વાર પરંપરગત વસ્ત્રો પહેરીને ગુડી ઉભી કરીને તેની પૂજા આર્ચના કરીને એક બીજાને નવા વર્ષ ની શુભેચ્છાઓ આપીને ગુડી પાડવાની ઉજવણી કરી હતી જયારે મહારાષ્ટીયન સમાજ ના આરાધ્ય દેવ શ્રી ખંડોબાના મંદિર માં પૂજા અર્ચના કરી ને એકબીજા ને મળી ને નવા વર્ષ ની શુભેચ્છાઓ પાઠવી હતી.

ઇન્ડિયા ટીવી ન્યૂઝ
વડોદરા ગુજરાત
રિપોર્ટર
વિજયભાઈ શિંગણે

Leave a Comment

14:26