વિરમગામ – અમદાવાદ
રામનવમી નિમિત્તે વિરમગામ ટાઉન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઇ
વિરમગામ ટાઉન પોલીસ મથકે આગામી રામ નવમી તેહવાર નિમિતે શાંતિ સમિતિ ની મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિરમગામ શહેર ના હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ વેપારીઓ પત્રકારો મિટિંગ માં ઉપસ્થિત રહ્યા હતા રામનવમી નિમિત્તે નીકળનાર શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને કોમી એખલાસ જળવાઈ રહે તે હેતુથી શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી વિરમગામ પોલીસ ઇન્સ્પેક્ટર ડો.કે.એસ દવે દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી
રીપોર્ટર : ભરતસિંહ ચૌહાણ ઇન્ડિયા ન્યૂઝ વિરમગામ