
*ડાંગની સાપુતારા પોલીસે ૭ મહિનાથી નાસતા ફરતા મુખ્ય આરોપીને નાસિકથી પકડયો*
ઝાકિર ઝંકાર : તા,આહવા ૨૧
ડાંગ જિલ્લાના પોલીસ મથકે છેલ્લા સાત મહિનાથી નાસતા ફરતા લુટેરી દુલ્હન ગેંગના મુખ્ય સૂત્રધાર લગ્નની લાલચ આપી ૧.૬૦ લાખ રૂપિયા પડાવતી ગેંગ સામે કાર્યવાહી તેજ કરાઈ આરોપી રાકેશભાઈ દિલીપભાઈ મોહિતેને સાપુતારા પોલીસે મહારાષ્ટ્રના નાસિક ખાતેથી ઝડપી પાડ્યો છે આ ગેંગ સામે એક યુવકને લગ્નની લાલચ આપીને તેની પાસેથી ૧.૬૦ લાખ રૂપિયા પડાવી લેવાની ફરિયાદ નોંધાઈ હતી અગાઉ આ ગેંગના કેટલાક આરોપીઓને સાપુતારા પોલીસે પકડી પાડ્યા હતા પરંતુ મુખ્ય સૂત્રધાર ફરાર હતો ડાંગ એસપી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ સાપુતારા પીઆઈ પી ડી ગોંડલીયાની ટીમે ટેકનિકલ તપાસના આધારે આરોપીની અટકાયત કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.