
*ડાંગ જિલ્લાના ભાપખલ ગામમાં ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ :*
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૨૨
ડાંગ જિલ્લામાં આજરોજ ભાપખલ ગામમાં ખેડુત માસ્ટર ટ્રેનર શ્રી યશવંતભાઇ સહારે દ્વારા ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં શ્રી યશવંતભાઇ સહારે દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અને એના પાંચ આયામો જીવા મૃત, ઘન જીવામૃત, બીજા મૃત જેવા આયામો વિષે વિસ્તારપૂર્વક સમજાવી દેશી ખેતી કરવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ રવિ પાકોમાં પ્રાકૃતિક કૃષિના મહત્વ અને સુક્ષ્મ પિયત પદ્ધતિ સંબંધિત માહિતી પણ આપવામાં આવી હતી.
વધુમાં કૃષિ તાલીમ દરમિયાન ખેડૂતોને રાસાયણિક ખાતર અને દવાઓના વધતાં ખર્ચ માંથી રાહત મળવા અંગે જાણકારી આપવામાં આવી હતી. સાથે સાથે જમીનની ઉત્પાદન શક્તિ જાળવી રાખવા, પાણીના સંરક્ષણ માં પ્રાકૃતિક પદ્ધતિની ભૂમિકા તથા ખેડૂત પરિવારના આરોગ્ય માટે રસાયણ મુક્ત ખેતીની આવશ્યકતા વિષયક માહિતી પણ આપવામાં આવી હતી.
–