
*વઘઈમા પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓના સશક્તિકરણ માટે “કિશોરી મેળો – ૨૦૨૬” અને કિશોરીઓને વાનગી નિદર્શન તથા આરોગ્ય અને પોષણ શિક્ષણ તેમજ મહિલા અને બાળ વિભાગ દ્વારા કીટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું :*
.
રિપોર્ટર:
ઝાકિર ઝંકાર :આહવા : તાં : ૨૨
ડાંગ જિલ્લાના આઈ.સી.ડી.એસ. વઘઈ ઘટક-૨ દ્વારા તા.૨૧/૦૨/૨૦૨૬ ના રોજ કોમ્યુનિટી હોલ ખાતે ‘પૂર્ણા યોજના’ હેઠળ કિશોરીઓના સશક્તિકરણ માટે “કિશોરી મેળો – ૨૦૨૬” અને કિશોરીઓને વાનગી નિદર્શન તથા આરોગ્ય અને પોષણ શિક્ષણ તેમજ મહિલા અને બાળ વિભાગ દ્વારા કિશોરીઓને કીટ વિતરણના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસશ્રી આહવા- ડાંગ મહિલા અને બાળ અધિકારીશ્રી તથા બાળ સુરક્ષા અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા. પ્રોગ્રામ ઓફસરશ્રીએ દીકરીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, “જ્યારે દીકરી શિક્ષિત અને સુપોષિત બને છે ત્યારે જ એક મજબૂત સમાજનું નિર્માણ થાય છે.”આરોગ્યની ટીમ દ્વ્રારા કિશોરીઓનું HB તપાસ કરી સુપોષિત કિશોરીઓને પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યું હતું તેમજ પૂર્ણા કલ્સનટન્ટ દ્વારા THR પુર્ણા શક્તિ,માતૃ શક્તિ,બાળ શક્તિમાથી બનતી જૂદી જૂદી વાનગીઓ તેમજ પૌષ્ટિક આહારના મહત્વ વિશે વાનગી નિદર્શન સાથે સમજ અપાઈ હતી. તથા મહિલા અને બાળ અધિકારીશ્રી દ્વારા મહિલા સુરક્ષા, સખી વન સ્ટોપ સેન્ટર અને કાયદાકીય અધિકારો, વ્હાલી દિકરી યોજના વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તેમજ શાળાએ જતી કિશોરીઓ જે પ્રથમ, દ્રિતિય અને તૃતિય નંબર આવેલ કિશોરીઓને પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યું.
બાળ સુરક્ષા અધિકારી દ્વારા પોકસો એક્ટ તેમજ બાળ લગ્ન વિશે કિશોરીઓને વિસ્તૃત માહિતી આપી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરીઓને આરોગ્ય, સ્વચ્છતા, જીવન કૌશલ્ય અને કારકિર્દીના ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચલન ટીમ ICDS વઘઇ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કિશોરીઓ, અંગણવાડી કાર્યકર બહેનો, તથા ICDS સ્ટાફની ઉપસ્થિતિ અને સહ ભાગીતા આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
–