અમદાવાદ શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી અનુપમસિંહ ગેહલોતે નાગરિકોને સતર્ક રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા અને તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. સાથે જ કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં પોલીસ અને સંબંધિત કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.
રિપોર્ટર: કલ્પેશ ઠાકર, અમદાવાદ