*હેડલાઇન્સ અમદાવાદ શહેર મા વરસાદ નું તાંડવ. : સતત બે દિવસથી ગુજરાતના તમામ શહેરોમાં વરસાદે તબાહી મચાવી છે અને અમદાવાદ શહેર પણ વરસાદના કહેરથી બાકાત નથી: સ્થાન ગોમતીપુર અને વિરાટનગર ::: બ્યુરો ચીફ જયમિનગજ્જર. અમદાવાદના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળ્યા. ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા જેમાં અમદાવાદના ગોમતીપુર અને વિરાટ નગર પણ ચર્ચા નું કેન્દ્ર બન્યું છે લોકોને રસ્તાઓ પર ચાલવામાં મુશ્કેલી પડી રહી હતી, ખાસ કરીને સામાન્ય લોકોને ઘણું નુકસાન થઈ રહ્યું છે; અમદાવાદ ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ ભાઈ વિશ્વકર્માજીએ અમદાવાદના ગોમતીપુર અને વિરાટ નગર પુરુષોત્તમ નગરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરી કે તમામ અસરગ્રસ્ત લોકોને તમામ પ્રકારની મદદ મળવી જોઈએ*;