પ્રજાહિતના કાર્યમાં કાર્યરત બજરંગ દળની સતર્કતા અને તંત્રની દોડધામ…
વરસાદના કારણે હુડકો ચોકડી વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલી પડતી હતી. આ બાબતે બજરંગ દળ દક્ષિણ જિલ્લાના કાર્યકર્તાઓએ ગંભીર નોંધ લઈ તાત્કાલિક રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ના સંબંધિત વિભાગને જાણ કરી હતી. બજરંગ દળના કાર્યકર્તાઓની રજૂઆતને પગલે તંત્ર સફાળું જાગ્યું હતું અને તુરંત જ જેસીબી તથા અન્ય સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી પાણીના નિકાલની કામગીરી હાથ ધરી હતી.
બ્યુરો ચીફ: તરુણ નિમાવત