
ચાલુ વરસાદમાં જનતાની વચ્ચે — સાચો જનસેવક એટલે 🌧️
થાનગઢ નગરપાલિકાના પ્રમુખશ્રી પ્રદ્યુમનસિંહ રાણા ચીફ ઓફિસર સાહેબ વોર્ડ નંબર 5ના લોકપ્રિય નગરસેવક શ્રી ઘનશ્યામભાઈ અલગોતર દ્વારા ભારે વરસાદી વાતાવરણમાં પણ પોતાની જનતા પ્રત્યેની જવાબદારી નિભાવતા તલાવડી તથા આસપાસના વિસ્તારોની તાત્કાલિક મુલાકાત લેવામાં આવી.
જ્યાં સામાન્ય લોકો વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી પરેશાન હતા, ત્યાં ઘનશ્યામભાઈ અલગોતર પોતે સ્થળ પર પહોંચી ગયા. લોકોની સમસ્યાઓ સાંભળી, પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને જ્યાં જ્યાં તાત્કાલિક જરૂરિયાત હતી ત્યાં પાણીના નિકાલની કામગીરી તાત્કાલિક ધોરણે કરાવી લોકોને રાહત અપાવી.
રિપોર્ટ જયેશભાઇ મોરી