
પરીક્ષા માફિયા સામે ઝડપી કાર્યવાહી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના, વહીવટી ફેરફારો તથા કડક કાયદાની ખાતરી સમયોચિત પગલું: અભાવિપ
રિપોર્ટ :- મીત અનડકટ
સરકારના આશ્વાસનો બાદ શ્રી સોનમ વાંગચુક દ્વારા ભૂખ હડતાળ સમાપ્ત કરવાનો નિર્ણય સકારાત્મક; તેમના જલદી સ્વાસ્થ્યલાભની કામના: અભાવિપ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (અભાવિપ) પરીક્ષા પ્રણાલીની પવિત્રતા, પારદર્શિતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર દ્વારા પરીક્ષા માફિયા સામે ઝડપી અને કડક કાર્યવાહી કરવા ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના, વહીવટી સ્તરે કરવામાં આવેલા ફેરફારો તથા માનનીય પ્રધાનમંત્રી દ્વારા પરીક્ષાની પવિત્રતા જાળવી રાખવા અને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની આપવામાં આવેલી ખાતરીને આવશ્યક અને સમયોચિત પગલાં તરીકે માને છે. આ નિર્ણયો બાદ શ્રી સોનમ વાંગચુક દ્વારા છેલ્લા 26 દિવસથી ચાલુ ભૂખ હડતાળ સમાપ્ત કરવાનો નિર્ણય સંવાદ અને હકારાત્મક ઉકેલની દિશામાં એક વિવેકપૂર્ણ પગલું છે. અભાવિપ તેમના જલદી સ્વાસ્થ્યલાભની કામના કરે છે.
અભાવિપ શરૂઆતથી જ પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા, જવાબદારી અને પેપર લીક જેવી ગંભીર સમસ્યાઓને રોકવા માટે વ્યાપક માળખાકીય તથા સંસ્થાકીય સુધારાઓની માંગ કરતી આવી છે. આ દિશામાં પરીક્ષા માફિયા સામે ઝડપી અને કડકમાં કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના, પરીક્ષા વ્યવસ્થાને વધુ જવાબદાર અને વિશ્વસનીય બનાવવા માટે કરવામાં આવેલા શૈક્ષણિક વહીવટી ફેરફારો તેમજ માનનીય પ્રધાનમંત્રી દ્વારા સોશિયલ મીડિયા મારફતે વિદ્યાર્થીઓને વિશ્વાસ અપાવતા જણાવવામાં આવ્યું છે કે આ વિષય પર કેન્દ્રીય મંત્રીમંડળમાં ચર્ચા કરીને પરીક્ષાની પવિત્રતા સુનિશ્ચિત કરવા માટે દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે નીતિગત ફેરફારો અને કડક કાયદો લાવવામાં આવશે. આ તમામ પગલાં આવશ્યક અને સમયની માંગને અનુરૂપ છે. આ નિર્ણયોના દૂરગામી અને હકારાત્મક પરિણામો આવશે તેવી આશા છે. હવે અપેક્ષા છે કે ભારત સરકાર આ પહેલોને વધુ વ્યાપક સંસ્થાકીય અને માળખાકીય સુધારાઓ સાથે આગળ વધારશે અને અભાવિપની માંગ મુજબ એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરશે, જે સમયબદ્ધ રીતે જરૂરી સુધારાઓ અંગે ભલામણો રજૂ કરીને પરીક્ષા પ્રણાલીને વધુ વિશ્વસનીય, જવાબદાર અને વિદ્યાર્થીકેન્દ્રિત બનાવશે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી ડૉ. વીરેન્દ્ર સિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, “પરીક્ષા માફિયા સામે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના, વહીવટી ફેરફારો તથા માનનીય પ્રધાનમંત્રી દ્વારા પરીક્ષાની પવિત્રતા સુનિશ્ચિત કરવા માટે દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની આપવામાં આવેલી ખાતરી આવશ્યક અને સમયોચિત પગલાં છે. આ નિર્ણયો બાદ શ્રી સોનમ વાંગચુક દ્વારા ભૂખ હડતાળ સમાપ્ત કરવાનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં સંવાદ અને હકારાત્મક ઉકેલની દિશામાં એક સકારાત્મક પગલું છે. હવે જરૂરી છે કે આ પહેલોને વ્યાપક સંસ્થાકીય અને માળખાકીય સુધારાઓ દ્વારા આગળ વધારવામાં આવે. અભાવિપની માંગ મુજબ એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરીને સમયબદ્ધ રીતે જરૂરી સુધારાઓ અમલમાં મૂકવામાં આવે, જેથી દેશના દરેક વિદ્યાર્થી માટે પારદર્શક, વિશ્વસનીય અને જવાબદાર પરીક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત થઈ શકે.”