
*ઘરેથી નીકળી ગયેલ કિશોરીને સુરક્ષિત તેના પરિવાર સાથે મિલન કરાવતી 181 મહિલા હેલ્પલાઇનની ટીમ*
અમરેલી માં ગઈકાલ મોડી રાત્રે થર્ડ પાર્ટી દ્વારા ફોન કરી જણાવેલું કે તેને એક અજાણી યુવતી મળી છે જેની ઉંમર સોળ વર્ષ છે અને તે યુવતી ને બેસ્ટેન્ડ જવા માટે બધા પાસે મદદ માંગી રહિ છે તેવુ જણાવી થર્ડપાર્ટી ઍ યુવતી ની મદદ માટે ફોન કરેલ જેના પગલે 181 અભયમ મહીલા હેલ્પ લાઇન ના કાઉન્સિલર પૂનમ ભુવા મહિલા GRD વનિતા બેન અને પાયલોટ હાર્દિક ભાઈ તાત્કાલીક ઘટના સ્થળ પર પહોંચ્યા જ્યાં થર્ડ પાર્ટીએ કિશોરી ને સુરક્ષિત જગ્યા પર બેસાડી રાખેલ હતી ત્યારબાદ યુવતી સાથે વાતચિત કરતા યુવતી એ જણાવ્યું કે તે રાજસ્થાન જયપુર થી અહી મિત્રો સાથે ફરવા આવી હતી અને હાલ એકલા પડી ગઈ છે તેવુ જણાવેલું .
કિશોરી સાથે જે વાતચિત કરી તેમાં સંતોષ ન લગતા ફરી યુવતીને પૂછપરછ કરી અને તેનું આધાર કાર્ડ ચકાસતા જાણવા મળેલ કે યુવતી ખોટુ બોલે છે અને તેણી અમરેલી નીજ વાતની છે જેથી ફરીવાર તેણીની પુછપરછ કરતા યુવતીએ જણાવેલું કે તે તેના ફેમિલી સાથે અહીં જ રહે છે પરંતુ તેના માતા એ ઘરકામ બાબતે તેને ઠપકો આપ્યો હતો જેથી તેને માઠું લગતા તે ઘરે થી કીધા વગર નિકળી ગઈ છે. ત્યારબાદ કિશોરી ના પરિવાર સાથે સંપર્ક કરી અને કિશોરી ના માતા સાથે ફોન પર વાત ચિત કરી તેમને પુરી ઘટના જણાવી તેમના ઘર નુ સરનામું મેળવી તેમના ઘરે ગયેલા જ્યાં કિશોરી ના માતા હાજર હતા કિશોરી ના માતા એ જણાવ્યું કે તેઓ બન્ને સૂઈ ગયા હતા જેથી તેમને ખ્યાલ j ન રહીયો કે તે ક્યારે ઘરે થી નીકળી ગયા.
ત્યારબાદ કિશોરી અને તેમની માતાનું યોગ્ય કાઉન્સિલિંગ કરી ફરીવાર આવી રીતે ઘરે થી ન નિકળે તે બાબતે સમજાવ્યા અને હાલ કિશોરી ને સુરક્ષિત તેમના માતા ને સોંપેલ છે જેથી કિશોરીના માતા એ 181 ટીમ નો આભાર વ્યક્ત કરેલ .
બાબુભાઈ વાઢેળ જાફરાબાદ