
મહાલપાડા ગ્રામ પંચાયતમાં મનરેગા યોજનામાં મોટો વિવાદ: 2007માં મૃત્યુ પામેલા લોકોના નામે 2023માં મજૂરી? FTOમાં ચોંકાવનારો ખુલાસો આ બાબતે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કે અધિકારી ઓનો પ્રતિભાવ આવ્યો નથી!
રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , આહવા ડાંગ


મહાલપાડા ગ્રામ પંચાયતમાં મનરેગા યોજનામાં મોટો વિવાદ: 2007માં મૃત્યુ પામેલા લોકોના નામે 2023માં મજૂરી? FTOમાં ચોંકાવનારો ખુલાસો
આ બાબતે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કે અધિકારી ઓનો પ્રતિભાવ આવ્યો નથી
રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , આહવા ડાંગ
આહવા, ડાંગ: ડાંગ જિલ્લાના મહાલપાડા ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ ગડબડના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, 2007માં જ મૃત્યુ પામેલા બે લોકોના નામ 2023ના મનરેગાના ફંડ ટ્રાન્સફર ઓર્ડર (FTO)માં મજૂર તરીકે દેખાયા છે, જેના કારણે વિસ્તારમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. મનરેગામાં મજૂરોના કામ અને ચુકવણીની એન્ટ્રી FTO મારફતે થાય છે.
આક્ષેપો મુજબ, કાશુભાઈ છમાભાઈ ગાયકવાડ (જોબકાર્ડ મુજબ) – જેમનું સાચું નામ કાશુભાઈ છમાભાઈ ગવળી હોવાનું કહેવામાં આવે છે – અને સીતારામભાઈ પોસલુંભાઈ બાગુલનું 2007માં જ અવસાન થઈ ગયું હતું. છતાં 2023માં મહાલપાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં મનરેગા હેઠળ કામ કર્યું હોવાનું FTOમાં તેમના નામે એન્ટ્રી દેખાઈ રહી છે.
મહાલપાડા ગ્રામ પંચાયત પહેલાથી પણ ઘણા વિવાદોમાં રહી ચૂકી છે. સરપંચના પતિ અને તલાટી કમ મંત્રી પર લાંચ માંગવાના ઓડિયો, સ્ટ્રીટ લાઇટ કૌભાંડ અને મનરેગામાં ડુપ્લિકેટ કામોની ફરિયાદો જેવા મુદ્દાઓ હજી ઠંડા પડ્યા નથી, ત્યાં આ નવો વિવાદ સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક લોકો કહે છે કે જો ખરેખર વર્ષો પહેલા મૃત્યુ પામેલા લોકોના નામે મજૂરી બતાવવામાં આવી હોય તો તેની સારી રીતે તપાસ થવી જોઈએ અને જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાં જોઈએ. જોકે, આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કે અધિકારીઓનો પ્રતિભાવ આવ્યો નથી.
હવે જિલ્લામાં ચર્ચા એ છે કે મનરેગા જેવી પારદર્શક યોજના માં આવી ગડબડ કેવી રીતે થઈ અને પાછળ કોણ છે. લોકો માંગ કરી રહ્યા છે કે ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર FTO અને રેકોર્ડની તપાસ કરે. તેમજ જવાબદાર કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.