
*ડાંગમાં “નારી વંદન સપ્તાહ” અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની ઉજવણી*
*રિપોર્ટર : ઝાકિર ઝંકાર, આહવા (ડાંગ)*
આહવા, તા. ૧ : મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉજવાઈ રહેલા “નારી વંદન સપ્તાહ” અંતર્ગત આહવા ખાતે મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે ઘરેલુ હિંસા અધિનિયમ-2005 વિષયક કાયદાકીય માર્ગદર્શન અને જાગૃતિ સેમિનાર યોજાયો હતો.
જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી ડૉ. મનિષા મુલતાનીએ મહિલાઓને કાનૂની અધિકારો અંગે જાગૃત રહેવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં ઘરેલુ હિંસા અધિનિયમ, સાયબર સુરક્ષા, SHE Teamની કામગીરી, સ્વરક્ષણ તેમજ મહિલાલક્ષી સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે બેટી બચાવો-બેટી પઢાવો યોજના હેઠળ દીકરી વધામણા કિટ, વ્હાલી દિકરી યોજનાના હુકમો તથા માહિતી કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.