

“કદવાલ દ્વારા ભવ્ય ત્રીરંગા યાત્રા યોજાઈ: દેશભક્તિના રંગે રંગાયું…..”. છોટાઉદેપુર જિલ્લાના નવીન કદવાલ તાલુકામાં કદવાલ જૂથ ગ્રામ પંચાયત દ્વારા શેઠ શ્રી એમ. એ. કદવાલવાલા હાઈસ્કુલ ખાતે દેશપ્રેમ અને ઉત્સાહથી સભર ભવ્ય “ત્રીરંગા યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું હતું. હાથમાં રાષ્ટ્રધ્વજ અને મુખે દેશભક્તિના નારા સાથે નીકળેલી આ યાત્રાથી સમગ્ર કદવાલ વિસ્તાર દેશભક્તિમય બની ગયું હતું. મહાનુભાવો અને અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિ
આ પ્રેરણાદાયી ત્રીરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાને સફળ બનાવવા કદવાલ પોલીસ સ્ટેશન ના પી. આઈ. શ્રી આર. જે. જાડેજા, તેમજ પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, જીઆરડી જવાનો,મામલતદાર શ્રી મિતેશભાઈ કનજિયા, તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી બલરામસિંહ યાદવ, તેમજ કદવાલ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રુજલીબેન જામસિંગભાઈ રાઠવા, તેમજ તલાટી શ્રી એન. ડી . સોલંકી પૂર્વ જી. પં. ઉપ પ્રમુખ રમણભાઈ બારિયા, તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ના સદસ્ય શ્રી ઓ, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, તેમજ આમ આદમી પાર્ટીના પ્રમુખો, આગેવાનો, તેમજ કાર્યકરો તેમજ શેઠ શ્રી એમ. એ. કદવાલવાલા હાઈસ્કુલના આચાર્ય તમામ સ્ટાફ અને વિધાર્થીઓ, તેમજ પી. એમ. શ્રી કદવાલ ગૃપ પ્રાથમિક શાળાના આચાર્ય અને સ્ટાફ તેમજ વિધાર્થીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. આ ત્રિરંગા યાત્રા ની શરૂઆત શેઠ શ્રી એમ. એ. કદવાલવાલા હાઈસ્કુલ થી શરૂઆત કરી હતી. જે કદવાલ મુખ્ય બજાર તેમજ ગામમાં ત્રિરંગા યાત્રા ફરી પી એમ શ્રી કદવાલ ગૃપ પ્રાથમિક શાળા એ ત્રિરંગા યાત્રા માં જોડાયેલ તમામ વિધાર્થીઓને બિસ્કિટ આપી સંપન્ન કરવામાં આવી હતી. તમામ મહાનુભાવોએ હાજરી આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
શિક્ષણ સંસ્થાઓનો અભૂતપૂર્વ ઉત્સાહ
આ તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો મોટી સંખ્યામાં જોડાયા હતા.
તમામ સ્કૂલના વિધાર્થીઓ અને શિક્ષકગણે શિસ્તબદ્ધ રીતે યાત્રામાં ભાગ લીધો હતો.
યાત્રા દરમિયાન કોઈ પણ અણબનાવ ન બને અને સુચારુ આયોજન જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા યોગ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
રિપોર્ટર : મનીષ બારિયા,
છોટાઉદેપુર