કડી તાલુકા અને કડી શહેરમાં રખડતી ગાયોનો વધતો ત્રાસ : જનતામાં રોષ
કડી, તા. ___
કડી શહેર તથા કડી તાલુકાના વિવિધ વિસ્તારોમાં રખડતી ગાયો અને આખલાઓનો ત્રાસ દિવસેને દિવસે વધતો જતાં નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મુખ્ય માર્ગો, રહેણાંક વિસ્તારો, બજારો અને જાહેર સ્થળોએ ગાયોનો અડ્ડો જામતા ટ્રાફિકની સમસ્યા, ગંદકી અને અકસ્માતોના બનાવોમાં વધારો થયો છે.
શહેરના અનેક વિસ્તારોમાં ગાયો રસ્તાની વચ્ચે બેસી રહેતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, વડીલો અને મહિલાઓ માટે આ સ્થિતિ જોખમી બની રહી છે. છેલ્લા કેટલાક સમયથી ગાયો અને આખલાઓના કારણે નાના-મોટા અકસ્માતોના બનાવો પણ સામે આવ્યા છે.
સ્થાનિક નાગરિકો દ્વારા અનેક વખત નગરપાલિકા અને સંબંધિત તંત્રને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ હજુ સુધી આવ્યો નથી. નાગરિકોની માંગ છે કે રખડતા ઢોરોને તાત્કાલિક પકડી યોગ્ય ગૌશાળાઓમાં ખસેડવામાં આવે તથા ઢોરના માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
જાગૃત નાગરિકોનું કહેવું છે કે જો તંત્ર દ્વારા સમયસર અસરકારક પગલાં લેવામાં આવે. . કડી શહેર અને તાલુકાના લોકોને સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણ મળે તે માટે તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી લોકમાગ ઉઠી રહી છે.
રિપોર્ટર: ધ્રુમિ પટેલ કડી, મહેસાણા