અમરેલીના ચીતલ રોડ પર ગાયત્રી મંદિર પાછળ ભાવકા ભવાની મંદિર નજીક મથુરભાઈ ચાપરાજભાઈ ખાબડીયા (ઉ.વ. ૩૨) નશાની હાલતમાં મળી આવતા પોલીસે કાર્યવાહી કરી હતી. તેઓ લથડતી જીભે વાત કરતા અને શરીરનું સંતુલન જાળવી શકતા ન હતા. પાસ-પરમિટ ન હોવાથી પ્રોહિબિશન કલમ 11(1)(બી) હેઠળ તેમની અટકાયત કરવામાં આવી હતી.