
*એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ માલેગામની જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શંકરભાઈ પવારએ અચાનક મુલાકાત લીધી*
*રિપોર્ટર: ઝાકિર ઝંકાર , ડાંગ*
આહવા તાલુકાના માલેગામ ખાતે આવેલી એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલની જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી શંકરભાઈ પવારે અચાનક મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે શાળાની શૈક્ષણિક વ્યવસ્થા તેમજ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અંગેની સ્થિતિની સમીક્ષા કરી હતી.
શાળાની મુલાકાત દરમિયાન ચેરમેન શંકરભાઈ પવારે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમના શિક્ષણ કાર્ય અંગે માહિતી મેળવી હતી. વિદ્યાર્થીઓને અભ્યાસમાં નિયમિતતા જાળવવા, શિક્ષણ પ્રત્યે રસ વધારવા તેમજ ભવિષ્યના લક્ષ્યાંકો નક્કી કરી મહેનત કરવા માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઈને પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્વચ્છતા જાળવવી, આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવી અને સ્વાસ્થ્ય અંગે કોઈ સમસ્યા જણાય તો સમયસર જાણ કરવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન શાળાની શૈક્ષણિક કામગીરી અને વિદ્યાર્થીઓને આપવામાં આવતી સુવિધાઓ અંગે પણ જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. અચાનક મુલાકાત દ્વારા શાળાની વાસ્તવિક સ્થિતિની જાણકારી મેળવી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.