

*ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે નશાબંધી સપ્તાહની ઉજવણી સંપન્ન*
*રિપોર્ટર ઝાકિર ઝંકાર ડાંગ આહવા*
ડાંગ જિલ્લામાં નશામુક્ત સમાજના નિર્માણ અને યુવાધનને વ્યસનથી દૂર રાખવાના હેતુસર આહવા ખાતે આવેલા ડાંગ સ્વરાજ આશ્રમમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. નશાબંધી અને આબકારી વિભાગ તથા નશાબંધી મંડળ ગુજરાત (અમદાવાદ)ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. પ્રસંગે નશાબંધી અધિકારી એ.એસ. પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચિરાગ જોષી, એસ.ઓ.જી. પી.આઈ. એમ.જી. શેખ અને નશાબંધી નિયોજક રાકેશભાઈ પવાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત શાળાના શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ યુવાધનને નશા અને વિવિધ પ્રકારના વ્યસનોથી દૂર રહેવા તેમજ સ્વસ્થ અને સુખી જીવનશૈલી અપનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
નશાબંધી સપ્તાહ અંતર્ગત વ્યસનના દુષ્પરિણામો અંગે જનજાગૃતિ ફેલાવવા તથા સમાજમાં વ્યસનમુક્તિનો સંદેશ પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને નશાથી દૂર રહી પોતાના પરિવાર અને સમાજના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.